49. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GAS/26 20-21)
1. બરાક-8 – તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે.
2. કે—4 –તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
3. આકાશ – તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે.
4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 1, 2 અને 3
C. માત્ર 1 અને 2
D. માત્ર 3 અને 4
Answer: (C) માત્ર 1 અને 2
50. તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. આ જમીનથી હવામાં મિસાઈલ છે. (GAS/26 20-21)
2. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે.
3. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે.
4. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે.
A. I, II, III અને IV
B. ફક્ત I અને IV
C. ફક્ત II અને III
D. ફક્ત I, II અને IV
Answer: (B) ફક્ત I અને IV
51. S-400 મિસાઈલ સીસ્ટમ કે જે ભારત રશિયા પાસેથી ખરીદવાનું છે તે બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)
1. ભારતે કુલ 5 S-400 મિસાઈલ સીસ્ટમ ખરીદવાના કરાર ઉપર સહી કરી છે.
2. આ S-400 મિસાઈલ સિસ્ટમ એ જમીન ઉપરથી હવા મિસાઈલ પરિવારની S-300 મિસાઈલની સુધારેલી આવૃત્તિ (Upgraded version) .
3. મિસાઈલ સીસ્ટમની રવાનગી (delivery) 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
A. I, II અનેIII
B. ફક્ત II અને III
C. ફક્ત I અને II
D. ફક્ત I અને III
Answer: (C) ફક્ત I અને II
52. તાજેતરમાં જ પરીક્ષણ થયેલ સ્વદેશી રીતે વિકસાવાયેલી “સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન” (SAAW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? (GAS/26 20-21)
1. તેનું પરીક્ષણ હોક-આઈ(Hawk-i) હવાઈ જહાજથી થયું હતું.
2. SAAW 1000 કિલોગ્રામ વર્ગનું ચોકસાઈ પ્રહાર શસ્ત્ર (precision strike weapon) છે અને 1000 કિ.મી.ની અવધિ ધરાવે છે.
3. SAAW નો ઉપયોગ દુશ્મનના રડાર, બંકરો અને રન-વે વિગેરે જેવી અસ્કયામતો ઉપર હુમલા કરવામાં થઈ શકે છે.
A. I, II અને III
B. ફક્ત II અને III
C. ફક્ત I અને III
D. ફક્ત I અને II
Answer: (C) ફક્ત I અને III
53. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ઈઝરાઈલ પાસેથી “Spike” મીસાઈલ સંપાદિત કરવામાં આવી છે. તે શેને સંબંધિત છે? (GAS 20/22-23)
A. એન્ટી-ટેન્ક મિસાઈલ
B. ટોપેંડો
C. ન્યુક્લીયર પેલોડ કેપેબલ મિસાઈલ
D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer: (A) એન્ટી-ટેન્ક મિસાઈલ
54. ક્વીક રીએક્શન સરફેસ એર મિસાઈલ (Quick Reaction Surface-to-Air Missile) (QRSAM) બાબતે નીચેના. પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?(CANCLED) (ADVT 10/CLASS-1)
1. આ મિસાઈલ સોલીડ ફ્યુલ પ્રોપેલન્ટ ટેકનોલોજી (Solid fuel propellant technology) ધરાવે છે.
2. આ મિસાઈલની પહોંચ મર્યાદા 250-300 kms ની છે.
3. તે એરક્રાફ્ટ રડાર દ્વારા કરાતા જેમીંગ (Jamming) સામે ઈલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર્સ (electronic counter measures) થી સજ્જ છે.
4. આ મિસાઈલ હિંદુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ દ્વારા વિકસાવવામાં આવેલ છે.
A. 1, 2, 3 અને 4
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 3 અને 4
D. માત્ર 3 અને 4
Answer: સવાલ કેન્સલ થયેલ છે
55. મિસાઈલના સંદર્ભમાં નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (ADVT 10/CLASS-1)
1. બેલીસ્ટીક મિસાઈલ્સ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરે છે.
2. ક્રુઝ મિસાઈલ્સ પૃથ્વીની સપાટીને સમાંતર સફર કરે છે. તેઓ તેમના સમગ્ર માર્ગ દરમ્યાન “ગાઈડેડ” હોય છે અને વાતાવરણમાં રહે છે..
3. બેલીસ્ટીક મિસાઈલ્સ લોન્ચ થયા પછી ઉડાનના શરૂઆતના તબક્કામાં અને લક્ષ્યભેદન થવાનું હોય તે તબક્કામાં એમ પ્રમાણમાં ટૂંકા સમયગાળા દરમ્યાન “ગાઈડેડ” હોય છે.
A. 1, 2 અને 3
B. માત્ર 2 અને 3
C. માત્ર 1 અને 3
D. માત્ર 1 અને 2
56. “સ્ટીલ્થ ટેકનોલોજી”માં નો સમાવેશ થાય છે. (ADVT 10/CLASS-1)
A. સપાટી ઓછી દૃશ્યમાન થાય તે માટે રંગનું આવરણ
B. ડીઝાઈનમાં ફેરફાર, જેનાથી રડારના તરંગો પરાવર્તિત થઈ જાય
C. વિશેષ ઉત્પાદન સામગ્રી જેનાથી સપાટી ઓછી દૃશ્યમાન થાય
D. ઉપરના તમામ