Exam Questions

17. નીચે આપેલા વિધાનો ચકાસો. (GAS/47 23-24)

1. ગગનયાન પરિયોજનામાં 3 સભ્યોના ચાલક દળને 3 દિવસના મિશન માટે 400 કિમીની કક્ષામાં પ્રશેપિત કરીને અને તેમને ભારતીય સમુદ્રજળમાં ઉતારીને સુરક્ષિત રૂપમાં પૃથ્વી પર પરત લાવી માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતાના પ્રદર્શનની પરિકલ્પના કરવામાં આવી છે.

2. NASA - ISRO SAR (NISAR) એ NASA અને ISRO દ્વારા સંયુક્ત રૂપે વિકસાવવામાં આવી રહેલી એક નિમ્ન ભૂકક્ષા (low earth orbit) (LEO) વેધશાળા છે NISAR 12 દિવસમાં પૃથ્વીના સંપૂર્ણ ગોળાનો નકશો તૈયાર કરશે અને પૃથ્વીના નિવસનતંત્ર, બરફનો સમૂહ, વાનસ્પતિક જૈવમાત્રા, સમુદ્રના સ્તરમાં વૃધ્ધિ, ભૂગર્ભજળ અને ભૂકંપ, સુનામી, જવાળામુખી અને ભૂસ્ખલન સહિતના પ્રાકૃતિક સંકટોને સમજવા માટે અવકાશી (Spatially) અને અસ્થાયી (Temporarily) રૂપે સુસંગત ડેટા પ્રદાન કરશે.

3. સાચો ઉત્તર કોડ પસંદ કરો :

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચાં છે.

D. 1 તથા 2 બંને સાચા નથી.

Answer: (C) 1 તથા 2 બંને સાચાં છે.

18. નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે? (GAS/26 20-21)

A. એપોલો-11, નાસા

B. ચંદ્રયાન-I, ઈસરો

C. સર્વેયર-1, નાસા

D. લોંજીયાંગ-I, CNSA

Answer: (B) ચંદ્રયાન-I, ઈસરો

19. ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ખાતે વિસ્તૃત હોય છે. (GAS/26 20-21)

A. ઉત્તર ધ્રુવ

B. દક્ષિણ ધ્રુવ

C. કેન્દ્રીય વિસ્તાર

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) દક્ષિણ ધ્રુવ

20. ISRO વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 20/22-23)

1. પ્રથમ ભારતીય અવકાશયાન “આર્યભટ્ટ” એ ભારતીય પ્રક્ષેપણનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું હતું અને તેનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.

2. DOSનું સચિવાલય તથા ISROનું મુખ્યાલય અંતરિક્ષ ભવન, દિલ્હી ખાતે સ્થિત છે. યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે.

D. 1 તથા 2 એક પણ સાચા નથી.

Answer: (D) 1 તથા 2 એક પણ સાચા નથી.

21. ISRO વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 20/22-23)

1. ભારતનું અવકાશ પોર્ટ સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC), SHAR શ્રી હરિકોટા એ ભારતના અંતરિક્ષ કાર્યક્રમો માટે પ્રક્ષેપણને લગતી જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે .

2. શ્રી હરિકોટા એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત સીમા દ્વીપ છે, જે ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણના બે કેન્દ્રોમાંનું એક છે તે ત્યાં સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) માટે પ્રખ્યાત છે અન્ય કેન્દ્ર એ થિરૂવનંતપુરમ ખાતે છે.

3. યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે.

D. 1 તથા 2 એક પણ સાચા નથી.

Answer: (C) 1 તથા 2 બંને સાચા છે

22. "ઈવેન્ટ હોરાઈઝન”, “સીંગ્યુલારીટી”, “સ્ટ્રીંગ થીયરી” અને “સ્ટાન્ડર્ડ મોડેલ” શબ્દપ્રયોગો વપરાતાં આવ્યાં છે. (ADVT 10/CLASS-1)

A. બ્રહ્માંડનું નિરીક્ષણ અને સમજણ

B. મિસાઈલ ટેકનોલોજી

C. સમુદ્રનું નિરીક્ષણ

D. સંવાદ (કમ્યુનિકેશન)

Answer: (A) બ્રહ્માંડનું નિરીક્ષણ અને સમજણ

23. Antrix (અંતરિક્ષ) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. ISRO से 1992 માં તેના વ્યાપારી વેચાણ કેન્દ્ર (Commercial Outlet) Antrix Corporation ની સ્થાપના કરી.

2. “Antrix” એ “અંતરિક્ષ'ની અંગ્રેજી જોડણી છે, કે જે સંસ્કૃત શબ્દ છે જેનો અનુવાદીત શબ્દ “અવકાશ' થાય છે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે

D. 1 તથા 2 એકપણ સાચાં નથી

Answer: (C) 1 તથા 2 બંને સાચા છે

24. જેટ એન્જિનો વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (ADVT 25/DEP MEC ENG/22-23)

A. સ્ક્રેમજેટ એ રેમજેટ એર બ્રેથીંગ જેટ એન્જિનનો એક પ્રકાર છે, જ્યાં સુપરસોનિક હવા પ્રાવાહ (એર ફલો)માં દહન થાય છે.

B. રેમજેટ એરક્રાફ્ટને સ્થાયી સ્થિતિમાંથી ખસેડી શકાતું નથી કારણ કે તેઓ શૂન્ય એરસ્પીડ પર ઝોક (thrust) પેદા કરી શકતા નથી.

C. (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એક પણ નહીં

Answer: (C) (A) તથા (B) બંને