9. ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (DYSO/10 22-23)
1. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના મુખ્ય શિલ્પીઓ (Chief Architects) હતા.
2. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સંદેશા વ્યવહાર, હવામાનશાસ્ત્ર અને કુદરતી સંસાધન સંચાલન જેવા વિકાસના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અંતરીક્ષ તકનીકીનો ઉપયોગ કરવાનો છે. ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ એ બેલેસ્ટીક મિસાઈલ કાર્યક્રમ જેવા કોઈ લશ્કરી કાર્યક્રમમાંથી ઉદભવ્યો ન હતો પરંતુ તે ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષમતાઓ સ્થાપિત કરવા ઉપર કેન્દ્રીત હતો.
3. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. માત્ર 1 સાચું છે.
B. માત્ર 2 સાચું છે.
C. 1 તથા 2 બંને સાચા છે.
D. 1 તથા 2 એકપણ સાચાં નથી.
Answer: (C) 1 તથા 2 બંને સાચા છે.
10. ડ્રેગન સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસ કેપ્સ્યુલ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (ADVT/139 20-21)
A. આ સ્પેસક્રાફટની માલિકી ચીની અવકાશી એજન્સી ધરાવે છે.
B. આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે.
C. (A) અને (B) બંને
D. (A) અને (B) પૈકી કોઈ નહીં
Answer: (B) આ ડ્રેગન સ્પેસક્રાફ્ટ અવકાશમાં માલ (cargo) તેમજ લોકો બંનેને પહોંચતા કરી શકે છે.
11. સ્પેસશીપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ને કારણે થાય છે.
(ADVT/139 20-21)
A. જડત્વ (Inertia)ની ગેરહાજરી
B. ગતિ વધારતાં બળની ગેરહાજરી
C. સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free fall)
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
12. આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના કારણે ઝબુકતો દેખાય છે. (ADVT/139 20-21)
A. પ્રકીણન (scattering)
B. પરાવર્તન(reflection)
C. અપવર્તન (refraction)
D. વિક્ષેપ(diffraction)
Answer: (C) અપવર્તન(refraction)
13. ભારતીય અવકાશી સંસાધનોને સુરક્ષા આપવા માટે પ્રતિબધ્ધતા દાખવવા કયા પ્રોજેકટનો પ્રારંભ કર્યો છે? ( Industrial health safety)
A. NETRA
B. EMISAT
C. NavIC
D. GEMINI
14. ત્રીજી પેઢીના PSLV (પોલાર સેટેલાઈટ લોન્ચ વિહિકલ)ની વિક્રમી અને નોંધપાત્ર ઉડાનોમાં શાનો સમાવેશ થાય છે? (Industrial health safety)
A. ચંદ્રયાન 1 અને મંગળયાનનું સફળ પ્રક્ષેપણ
B. ભારતની પ્રથમ અવકાશમાં તરતી વેધશાળા “એસ્ટ્રોસેટ'ની સ્થાપના
C. 104 ઉપગ્રહો સાથેની વિક્રમી સફળ ઉડાન
D. ઉપરોક્ત તમામ
15. IRNSS નું પૂરું નામ શું છે.? (Industrial health safety)
A. Indian Rational Navy Satellite System
B. Indian Regional Navigation Satellite System
C. Indian Regional Navy Satellite System
D. Indian Remote Navigation Satellite System
Answer: (B) Indian Regional Navigation Satellite System
16. LIGO શું છે.? (Industrial health safety)
A. રમતગમતના સાધનો બનાવતી એક બહુરાષ્ટ્રીય કંપની
B. ગુરુત્વ તરંગોની ભાળ મેળવી રહેલી એમેરિકા સ્થિત પ્રયોગશાળા
C. યુનોની વિશેષ સંસ્થા કે જે સિરીયા ઈરાકના વિસ્થાપિતો માટે કાર્ય કરે છે.
D. ગોલ્ડ પાર્ટીકલ પર સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થા
Answer: (B) ગુરુત્વ તરંગોની ભાળ મેળવી રહેલી એમેરિકા સ્થિત પ્રયોગશાળા