Exam Questions

33. ભારતી, ભારતનું સંશોધન કેન્દ્ર, બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું સાચાં છે? (GAS/30 21-22)

1. મૈત્રીની આશરે 3000 કિલોમીટર પૂર્વે, નવું ભારતીય સંશોધન બેઝ “ભારતી” આવેલું છે.

2. આ દરિયાની સપાટીથી આશરે 3500 મીટર ઉપર આવેલું છે.

3. આ સ્ટેશન ભારતીય આર્કટિક કાર્યક્રમ (Indian Arctic Programme) દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવતી સંશોધન પ્રવૃત્તિની સુગમતા કરી આપવા માટે કાર્યરત કરવામાં આવ્યું છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1

Answer: (D) ફક્ત 1

34. ISRO અને તેના ઉપગ્રહો વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)

1. ISRO ભારતનો સૌ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કર્યો.

2. APPLE ભારતમાં નિર્મિત પ્રશેપણ સાધન દ્વારા ભ્રમણકક્ષામાં સ્થાપવામાં આવેલો પ્રથમ ઉપગ્રહ છે.

3. ISRO એ મંગળની ભ્રમણકક્ષાઓ સુધી પહોંચનાર સૌ પ્રથમ એશિયાઈ અવકાશ સંસ્થા છે.

A. માત્ર 2 અને 3

B. માત્ર 1 અને 3

C. માત્ર 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 1 અને 3

35. નવેમ્બર 2020 માં ISRO દ્વારા કૃષિ અને વન તથા આપત્તિ વ્યવસ્થાપનના કાર્યોપયોગ (applications)ને મદદરૂપ થવા પ્રશેપણ કરવામાં આવેલો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. (GAS/26 20-21)

A. EOS-01 ઉપગ્રહ

B. DMS-01 ઉપગ્રહ

C. AFDM-01 ઉપગ્રહ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) EOS-01 ઉપગ્રહ

36. નીચેના પૈકી કયા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2) મુખ્ય વાતાવરણીય ઘટક છે? (GAS/26 20-21) 1. મંગળ 2. શુક્ર 3. ગુરૂ 4. શની

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 4

D. માત્ર 3 અને 4

Answer: (A) માત્ર 1 અને 2

37. "Antu, Kueyen, Melipal and Yepun"શબ્દપ્રયોગ નીચેના પૈકી શેને સંબધિત છે? (GAS 20/22-23)

A. લઘુ ગ્રહો (એસ્ટેરોઈડ્સ)

B. ગુરુના ઉપગ્રહો

C. ટેલીસ્કોપ

D. રડાર પ્રણાલી

Answer: (C) ટેલીસ્કોપ

38. ફક્ત શિક્ષણના હેતુ માટેનો ભારતનો પ્રથમ ઉપગ્રહ પ્રથમ સ્વદેશી બનાવટનો ઓલ વેધર રડાર ઈમેજીંગ ઉપગ્રહ એકજ પ્રક્ષેપણ વાહન દ્વારા સૌથી વધુ સંખ્યામાં (104 ઉપગ્રહ) પ્રક્ષેપણ કરેલા ઉપગ્રહો સૌ પ્રથમ વાર ખાનગી આર્થિક સહાયથી નિર્મિત ભારતનો ઉપગ્રહ ઉપરની માહિતી પૈકી કઈ સાચી છે?

A. a અને b

B. b અને c

C. c અને d

D. a, b, c અને d

Answer: (D) a, b, c અને d

39. SPARK વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (DYSO/10 22-23)

1. 10-08-2022 ના રોજ Virtual Space Museum (આભાસી અવકાશ સંગ્રહાલય) “SPARK” જાહેર જનતાના ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યું.

2. આ પ્લેટફોર્મ (વિવિધ મિશન માટેની ડીજીટલ સામગ્રી ઈન્ટરેક્ટીવ રીતે પ્રદર્શિત કરવાના નવીન વિચાર સાથે) NASAના પ્રક્ષેપણ વાહનો, ઉપગ્રહો અને વૈજ્ઞાનિક મિશનથી સંબંધિત ઘણા દસ્તાવેજો, છબીઓ અને વીડીયો હોસ્ટ કરે છે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે.

D. 1 તથા 2 એકપણ સાચાં નથી.

Answer: (A) માત્ર 1 સાચું છે.

40. નીચેના પૈકી કયામાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે? (ADVT/139 20-21) 1. મોબાઈલ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ મારફતે ડેટા ટ્રાન્સમિશન 2. રેડીયો અને ટેલીવીઝન સંકેતોનું પ્રસારણ 3. આપત્તિની આગોતરી ચેતવણી 4. નેવીગેશન હેતુ માટે

A. ફક્ત 1, 2 અને 3

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4