Exam Questions

41. ઈન્સેટ-3ડી એ ભૂસ્તરીય ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવેલો ઉપગ્રહ છે. તેનો પ્રાથમિક ઉપયોગ ....... માટે છે. (ADVT 17/ SCI OFF/22-23)

A. સંચાર

B. દૂર સંચાર

C. નૌચાલન

D. હવામાન આગાહી

Answer: (D) હવામાન આગાહી

42. ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વોન્ટમ ઉપગ્રહ “મિશિયશ” નો ઉદ્દેશ શું છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. જૈવ વિવિધતાનો અભ્યાસ

B. હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા

C. સૌર કલંકનો અભ્યાસ

D. ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ

Answer: (B) હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા

43. નીચેના પૈકી કયા Earth Observation Satellitesના ઉપયોગો છે? (GAS/47 23-24)

1. શહેરી આયોજન (Urban Planning)

2. ખનીજ પૂર્વક્ષણ (Mineral Prospecting)

3. સમુદ્રી સંસાધન પ્રબંધ (Ocean Resources Management)

4. આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) સાચો ઉત્તર કોડ પસંદ કરો.

A. 1, 2, 3

B. 1, 3, 4

C. 2, 3, 4

D. 1, 2, 3, 4

Answer: (D) 1, 2, 3, 4

44. S-400 હવાઈ સંરક્ષણ પ્રણાલી વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. તે લાંબા અંતરની સપાટીથી (surface)થી હવામાં (air) પ્રહાર કરતી મિસાઈલ પ્રણાલી છે.

2. S-400 ઘૂસણખોરી કરતા વિમાન, માનવરહિત હવાઈયાનો, ક્રુઝ મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલો પર હુમલો કરી તોડી શકે છે.

3. ભારત, રશિયા પાસેથી S-400 મિસાઈલો મેળવનાર પ્રથમ દેશ બન્યો છે.

4. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે?

A. 1, 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (A) 1, 2

45. નીચે આપેલા વિધાનો ચકાસો. (GAS/47 23-24)

1. INS વિરાટ ભારતનું સૌ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ (Indigenous Aircraft Carrier) (IAC-I) છે.

2. Agni-P એક કેનીસ્ટરાઈઝ્ડ (Canisterised) (ડબીકૃત) મિસાઈલ છે, જે 2000 કિ.મી. સુધીની પહોંચ મર્યાદા ધરાવે છે.

3. મિસાઈલનું કેનિસ્ટરાઈઝેશન (Canisterisation) (જબીકરણ) એ મિસાઈલના સંચય (storage) અને સંચાલનની સરળતામાં સુધારો કરે છે અને તેના પ્રશેપણ કરવા માટે જરૂરી સમય ઘટાડે છે.

4. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (D) 1, 2, 3

46. ભારતીય સંરક્ષણ તંત્રના હેલીના (Helina) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. HELINA (Helicopter based NAG) એ ત્રીજી જનરેશનનું “ફાયર એન્ડ ફરગેટ' વર્ગનું ટેન્ક વિરોધી ગાઈડેડ મિસાઈલ છે.

2. તેની સિસ્ટમ કોઈપણ હવામાને દિવસ અને રાત કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને પરંપરાગત શસ્ત્ર તેમજ વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ શસ્ત્ર વડે યુધ્ધ રણગાડીઓ (battle tanks)ને પરાસ્ત કરી શકે છે.

3. ભારતીય નૌકાદળમાં HELINA શસ્ત્રતંત્રના એક પ્રકારને, જેને ધ્રુવસ્ત્ર (DHRUVASTRA) કહે છે, સામેલ કરવામાં આવી રહ્યો છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 2

47. ઈન્ડીયન રીજીયોનલ નેવીગેશન સેટેલાઈટ સીસ્ટમ (IRNSS): NavIC બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. તે વપરાશકર્તાઓને ભારતમાં તેમજ તેની સીમાથી 1500 કિલોમીટર સુધી વિસ્તરેલા પ્રદેશમાં ચોક્કસ સ્થિતિ માહિતી સેવાઓ પૂરી પાડવા માટે રચવામાં આવેલું છે.

2. IRNSS સીસ્ટમ પ્રાથમિક સેવા વિસ્તારમાં 20 મીટર કરતા વધુ સારી સ્થિતિ-ચોકસાઈ પૂરી પાડે તેવી અપેક્ષા છે.

3. IRNSS-1A અવકાશયાન ભારતીય પ્રદેશમાં વપરાશકર્તાઓને મેસેજિંગ સેવાઓ પૂરી પાડે છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

48. રોકેટ લોન્ચીંગ સ્ટેશન તરીકે થુમ્બા રોકેટ સ્ટેશનને પસંદ કરવામાં આવ્યું કારણ કે તે. આવેલું છે. (GAS/30 21-22)

A. વિષુવવૃત્તની બહુ નજીક

B. ભૂચુંબકીય (Geomagnetic) વિષુવવૃત્તની બહુ નજીક

C. કર્કવૃત્તની બિલકુલ ઉપર

D. મકરવૃત્તની બહુ નજીક

Answer: (B) ભૂચુંબકીય (Geomagnetic) વિષુવવૃત્તની બહુ નજીક