Exam Questions

57. કચ્છના કયા શાસકે કંડલા બંદરના વિકાસ માટે બે ગોદીના જહાજવાડાનું બાંધકામ કર્યું હતુ. (GAS,AO,GCT)

A. ખેંગારજી

B. વિજયરાજજી

C. મદનસિંહજી

D. પ્રાગમલજી

Answer: (A) ખેંગારજી

58. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રથમ સત્રનું રાજકોટમાં આયોજન કરવા પરવાનગી કોણે આપી હતી? (GAS,AO,GCT)

A. બાવાજી રાજ

B. ધર્મેન્દ્ર સિંહજી

C. પ્રધુમન સિંહજી

D. લાખજી રાજ

Answer: (D) લાખજી રાજ

59. રાજકોટના શાસક ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી દ્વિતીયનો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ શેમાં પરાવર્તિત થાય છે. (GAS,AO,GCT)

A. ઉદ્યોગ માટે પચ્ચીસ ટકા રાજ્ય સહાયકી આપવી.

B. 1923 માં સંપૂર્ણપણે ચૂંટાયેલા પ્રતિનિધિથી સભાની સ્થાપના

C. રાજકોટમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સત્ર

D. તેમના રાજ્યમાં સહાયિત સ્ત્રી શિક્ષણ

Answer: (B) 1923 માં સંપૂર્ણપણે ચૂંટાયેલા પ્રતિનિધિથી સભાની સ્થાપના

60. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા? (Deputy Director,GSS, Class I),

A. વઢવાણ

B. સાણંદ

C. મોરબી

D. લીંબડી

Answer: (B) સાણંદ

61. જૂનાગઢની મુક્તિ માટે રચાયેલ આરઝી હકૂમતનાં વડા કોણ હતા? (Deputy Director,GSS, Class I),

A. દયાશંકર દવે

B. રસિકલાલ પરીખ

C. રતુભાઈ અદાણી

D. શામળદાસ ગાંધી

Answer: (D) શામળદાસ ગાંધી

62. ભગવતસિંહજી રાજવીએ કયા કોશની રચના કરાવી?

A. ભગવદ્ગોમંડળ

B. વિશ્વકોષ

C. સાહિત્યકોશ

D. મધ્યકાલીન કથાકોશ

Answer: (A) ભગવદ્ગોમંડળ

63. નીચેના વાક્યો પૈકી ક્યા વાક્યો સાચા છે?

1. (1) ભાવનગરનાં વિકાસમાં તખ્ત સિંહજીનો ફાળો છે.

2. (2) જામ રણજિતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલ હતો.

3. (3) મહારાજા ભગવત સિંહજીનો ગોંડળનાં વિકાસમાં અગત્યનો ફાળો છે.

A. 1 અને 2

B. 2 અને 3

C. 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

64. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી બીજાની એક પ્રગતિશીલ રાજવી તરીકે ગણના થાય છે કારણ કે તેઓએ.

A. 1923 માં સંપૂર્ણ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભાની સ્થાપના કરી હતી.

B. વિશ્વધર્મ પરિષદ બોલાવી હતી.

C. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ ખાતેના અધિવેશનની યજમાનગીરી કરેલ હતી.

D. ઉદ્યોગો માટે 25% સબસીડી આપતા હતા.

Answer: (A) 1923 માં સંપૂર્ણ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભાની સ્થાપના કરી હતી.