Exam Questions

17. 1947 માં ગુજરાતનાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો?

A. નવાનગર

B. પાલનપુર

C. બાલાસિનોર

D. જૂનાગઢ

Answer: (D) જૂનાગઢ

18. ગિરાસદારી પ્રથા નાબુદ કરતો “સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો” (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો?

A. 1950

B. 1951

C. 1952

D. 1953

Answer: (B) 1951

19. શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા?

A. ખેડા સત્યાગ્રહ

B. અમદાવાદ મિલ કામદાર હડતાલ

C. બારડોલી સત્યાગ્રહ

D. દાંડીકૂચ

Answer: (A) ખેડા સત્યાગ્રહ

20. નીચેના વાક્યો પૈકી ક્યા વાક્યો સાચા છે?

1. (1) ભાવનગરનાં વિકાસમાં તખ્ત સિંહજીનો ફાળો છે.

2. (2) જામ રણજિતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલ હતો.

3. (3) મહારાજા ભગવત સિંહજીનો ગોંડળનાં વિકાસમાં અગત્યનો ફાળો છે.

A. 1 અને 2

B. 2 અને 3

C. 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

21. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી બીજાની એક પ્રગતિશીલ રાજવી તરીકે ગણના થાય છે કારણ કે તેઓએ.

A. 1923 માં સંપૂર્ણ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભાની સ્થાપના કરી હતી.

B. ઉદ્યોગો માટે 25% સબસીડી આપતા હતા

C. વિશ્વધર્મ પરિષદ બોલાવી હતી.

D. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ ખાતેના અધિવેશનની યજમાનગીરી કરેલ હતી.

Answer: (A) 1923 માં સંપૂર્ણ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભાની સ્થાપના કરી હતી.

22. ભુજ શહેર ખાતે આવેલ આયના મહેલ, ભુજનું બાંધકામ કોણે કરાવ્યુ હતું? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. મહારાજા લખપત સિંહજી

B. રાવ ગોંડજી

C. મહારાજા દોલતસિંહજી

D. રાજવી ભગવતસિંહજી

Answer: (A) મહારાજા લખપત સિંહજી

23. નીચે આપેલા રજવાડાઓને તેમના રાજાઓના નામ સાથે યોગ્ય રીતે જોડો. (DD, ESIS Class-1)

1. a. લીંબડી - i. ગોવિંદરાવ

2. b. પોરબંદર - ii. નટવર સિંહ

3. c. ગોંડલ - iii. જશવંત સિંહ

4. d. વડોદરા - iv. ભગવત સિંહ - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. a-ii, b-iii, c-i, d - iv

B. a-ii, b-i, c- iv, d - iii

C. a-i, b-iv, c - iii, d-ii

D. a- iii, b-ii, c-iv, d- i

Answer: (D) a- iii, b-ii, c-iv, d- i

24. નીચેના પૈકી કઈ બાબતોમાં દેશી રાજ્ય લીંબડીના રાજા જટાશંકરનું યોગદાન છે? (AO, Class-2)

1. 1. રાજ્યમાંથી ગાયની નિકાસ પર પ્રતિબંધ

2. 2. નશાબંધી

3. 3. બાળ લગ્ન પર પ્રતિબંધ

4. 4. ભીખ માંગવા પર પ્રતિબંધ

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4