RishanPYQ

Exam Questions

33. લીંબડી સત્યાગ્રહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1.24મી ડિસેમ્બર, 1938 ના રોજ વિઠ્ઠલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ “લીંબડી પ્રજામંડળ”ની સ્થાપના કરાઈ.

2. 2. લીંબડીના યુવરાજ લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપવા તૈયાર હતાં પરંતુ લીંબડી રાજ્યના ગામોમાં આવી છૂટ આપવા તૈયાર ન હતાં.

3. 3. લીંબડી પ્રજામંડળે સમગ્ર હિંદમાં લીંબડી રાજ્યના રૂનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2 અને 3

34. નીચેના પૈકી કયા રાજવંશો જુનાગઢના શિલાલેખમાં દર્શાવવામાં આવ્યાં છે? (ICT Officer, DOS and Technology Class-2)

1. (1) મોર્ય

2. (2) શક

3. (3) ગુપ્ત

A. ફક્ત (1)

B. ફક્ત (1) અને (2)

C. ફક્ત (2) અને (3)

D. (1) (2) અને (3)

Answer: (D) (1) (2) અને (3)

35. દેશી રજવાડા જૂનાગઢના છેલ્લા શાસક કોણ હતા? (DEE(Electrical), GMC Class-2)

A. મહંમદ હમીદખાનજી-બીજા

B. મહંમદ હમીદખાનજી-બીજા

C. મહંમદ રસૂલખાનજી

D. મહંમદ મહોબતખાનજી-ત્રીજા

Answer: (D) મહંમદ મહોબતખાનજી-ત્રીજા

36. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

1. 1. મોહંજો-દડો એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે.

2. 2. ધોલાવીરાનું સૌથી આકર્ષક અને અદ્વિતીય લક્ષણ એ તેની જળસંગ્રહ અને વ્યવસ્થાપન પ્રણાલી છે.

3. 3. લોથલનું સૌથી વિશિષ્ટ લક્ષણ એ તેનો જહાજવાડો (dockyard) છે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 અને 3

B. માત્ર 3

C. માત્ર 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

37. ગુજરાતના પુરાતત્વીય સ્થળ અને જિલ્લાની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? (Assistant Engineer (Civil), Class-2)

A. કુંતાશી - મોરબી

B. રોજડી (શ્રીનાથગઢ) - રાજકોટ

C. લાખાબાવળ, આમરા - સુરેન્દ્રનગર

D. શિકારપુર, સૂર કોટડા -કચ્છ

Answer: (C)લાખાબાવળ, આમરા - સુરેન્દ્રનગર

38. હડપ્પન સમયગાળાની હોડી આકારની કુલડી .......... માં મળી આવી હતી. (Superintending Archaeologist, Class-2)

A. લોથલ

B. ધોલાવીરા

C. કુંતાસી

D. લોટેશ્વર

Answer: (B) ધોલાવીરા

39. ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચેના પૈકી કોનું નામ વિશેષ જાણીતું છે? (AE (Electrical), Class-2)

A. ડૉ. આર એન મહેતા

B. ડૉ. હરીપ્રસાદ શાસ્ત્રી

C. ડૉ. હસમુખ અઢીયા

D. ડૉ. હસમુખ સાંકળિયા

Answer: (D) ડૉ. હસમુખ સાંકળિયા

40. સિંધુ સંસ્કૃતિના લોકોના મનોરંજન બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (DD, ESIS Class-1)

1. 1. તેઓ નૃત્ય અને સંગીતનો આનંદ માણતા હતા.

2. 2. તેઓ શિકાર અને રથ દોડમાં રસ ધરાવતા હતા.

3. 3. તેઓ પાસાની રમતમાં રસ ધરાવતા હતા.

4. 4. બાળકોના મનોરંજન માટે રમકડાં હતા. - નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. માત્ર 1 અને 2

B. માત્ર 1, 3 અને 4

C. માત્ર 1 અને 3

D. માત્ર 2 અને 4

Answer: (B) માત્ર 1, 3 અને 4