25. જાડેજા રાજવંશના શાસકો વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)
1. 1. જામ રાવલ બાદ જામ વિભાજી એ નવાનગરના રાજા બન્યા હતા.
2. 2. જામ સતાજી-પહેલા એ “મજેવડી' ગામ પાસે જૂનાગઢના યુદ્ધમાં અકબરની સેનાને પરાસ્ત કરી હતી.
3. 3. ખેંગાર, 1549 માં કચ્છના પ્રથમ રાવ બન્યા અને ભૂજને રાજધાની તરીકે સ્થાપિત કરી.
4. 4. જાડેજા કુળવંશના હરધલજી ને “પશ્ચિમ ભારત નો બાદશાહ” નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
A. માત્ર 1, 2 અને 3
B. માત્ર 2, 3 અને 4
C. માત્ર 1, 2 અને 4
D. માત્ર 1, 2 અને 4
Answer: (A) માત્ર 1, 2 અને 3
26. કચ્છ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. તે જોડાણના દસ્તાવેજ ઉપર સહી કરનાર સૌ પ્રથમ દેશી રજવાડાઓ પૈકીનું એક હતું
2. 2. જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે કચ્છ સી (C) વર્ગનું રાજ્ય બન્યું.
3. 3. જ્યારે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે જિલ્લો બન્યો.
A. 1, 2 અને 3
B. ફક્ત 1 અને 2
C. ફક્ત 2 અને 3
D. ફક્ત 1 અને 3
27. ઢસા રાજ્યના રાજવી, ગોપાલદાસ દેસાઈ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1.1921માં તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યાં.
2. 2. તેઓએ બોરસદ અને બારડોલી સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો.
3. 3. ગોપાલદાસ દેસાઈએ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને વલ્લભ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી.
4. 4. તેઓ કચ્છમાંથી બંધારણ સભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતાં.
A. 1, 2, 3 અને 4
B. ફક્ત 2, 3 અને 4
C. ફક્ત 1, 2 અને 3
D. ફક્ત 1, 2 અને 4
Answer: (C) ફક્ત 1, 2 અને 3
28. 1934 મા...........ના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઈજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજાપરિષદે ચળવળ શરૂ કરી. (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
A. જમનાલાલ બજાજ
B. કસ્તુરબા ગાંધી
C. યુ. એન. ઢેબર
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
29. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. તખ્તસિંહજીએ ભાવનગર રાજ્યમાં રાજ્યની પરિષદની સ્થાપના દ્વારા બંધારણીય શાસનની શરૂઆત કરી હતી.
2. 2. વાઘજી ઠાકોરના અવસાન બાદ, રાજકુમાર લખધિરજી ઠાકોરને મોરબીના રાજા તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં.
3. 3. સર વાઘજીએ રસ્તાઓ અને વઢવાણને મોરબી સાથે જોડતાં રેલ્વે નેટવર્કના નિર્માણમાં સહાય કરી હતી.
A. 1, 2 અને 3
B. ફક્ત 2 અને 3
C. ફક્ત 1 અને 3
D. ફક્ત 1 અને 2
30. રાજકોટ રાજ્યના રાજવી લાખાજીરાજ દ્વારા નીચેના પૈકી કઈ જાહેરકલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. તમામ ચૂંટાયેલા સભ્યોની પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી.
2. 2. કૃષિ બેંકની સ્થાપના કરી.
3. 3. કાઠિયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી અને તેનું નામ બદલીને આલ્ફ્રેડ હાઈસ્કૂલ કર્યું.
4. 4. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.
A. ફક્ત 1 અને 3
B. ફક્ત 2 અને 4
C. ફક્ત 1, 2 અને 4
D. 1, 2, 3 અને 4
Answer: (D) 1, 2, 3 અને 4
31. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. પીવાના પાણી માટે ટાંકીનું નિર્માણ કરનાર ગુજરાતમાં પ્રથમ ભાવનગર રાજ્ય હતું.
2. 2. જામનગરના રણજીતસિંહ મહાન ક્રિકેટર હતાં.
3. 3. લાખાજીરાજે રાજકોટની પ્રજાપ્રતિનિધિ સભામાં સ્ત્રીઓ માટે પાંચ બેઠકો આરક્ષિત રાખી હતી.
4. 3. લાખાજીરાજે રાજકોટની પ્રજાપ્રતિનિધિ સભામાં સ્ત્રીઓ માટે પાંચ બેઠકો આરક્ષિત રાખી હતી.
A. ફક્ત 1, 2 અને 4
B. ફક્ત 2, 3 અને 4
C. ફક્ત 1, 2 અને 3
D. 1, 2, 3 અને 4
Answer: (A) ફક્ત 1, 2 અને 4
32. નટવરસિંહજી ભાવસિંહજી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)
1. 1. તેઓ પોરબંદરના છેલ્લાં મહારાજા હતા.
2. 2. 1932 માં તેઓ પોતાના ઈંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં ભારતના સુકાની હતાં.
3. 3. “ફ્રોમ ધ ફલો ઓફ લાઈફ”, “ઈન્ડીયાઝ પ્રોબ્લેમ્સ : રીફલેકશન્સ ઓફ એન એક્સ-રૂલર” અને “ઈન્ટરનેશનલ સોલિડારીટી” તેમની પ્રખ્યાત સાહિત્યિક કૃતિઓ હતી.
A. ફક્ત 1 અને 3
B. ફક્ત 1 અને 2
C. ફક્ત 2 અને 3
D. 1, 2 અને 3