Exam Questions

41. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. આનર્ત પ્રણાલી સાથે મળતા આવતા પ્રશિષ્ટ હરપ્પન સીરામીક્સ ધરાવતા સીરામીક સૌ પ્રથમ સુરકોટડા ખાતેથી મળી આવ્યા છે.

2. 2. આનર્ત પ્રણાલી અથવા આનર્ત વાસણો (Ware)એ ચેલ્કોલીથીક સંસ્કૃતિ (Chalcolithic Culture) છે.

3. 3. આનર્ત વાસણો (Ware) એ ગુજરાતમાં પાટણ અને કચ્છ જિલ્લામાંથી મળી આવેલ છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) 1, 2 અને 3

42. કુંતસી (Kuntasi) પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. આ સ્થળ ફુલકી (Phulki) નદીના જમણા કિનારે સ્થિત છે.

2. 2. આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળેલ છે.

3. 3. ઉચ્ચ ગુણવત્તાની માટીમાંથી બનેલા, શાનદાર રીતે તૈયાર કરેલ માટીકામનો સમૃદ્ધ સંગ્રહ પણ આ સ્થળેથી મળી આવેલ છે.

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (A) માત્ર 1, 2 અને 3

43. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. મોહેં-જો-દરો સિંધના લારખાના જિલ્લામાં સિંધુ નદીના જમણા કાંઠે છે.

2. 2. લોથલ ભારતના પશ્ચિમ તટે સાબરમતી નદી ઉપર ખંભાતના અખાતના શીર્ષ ખાતે આવેલું છે.

3. 3. કાલીબંગા ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં હાલ સૂકાઈ ગયેલી ઘાઘરના ડાબે કાંઠે આવેલું છે.

4. 4. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપીયા સાથે ઓળખાતું હરપ્પા બિયાસ નદીના જૂના પટ ઉપર આવેલું છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2, 3 અને 4

C. ફક્ત 1, 2 અને 3

D. ફક્ત 1 અને 4

Answer: (C) ફક્ત 1, 2 અને 3

44. સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. યજ્ઞ-વેદીઓ વૈદિક યુગની ખાસ વિશિષ્ટતા હતી કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ગેરહાજર હતી.

2. 2. ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિના મોટી સંખ્યામાં સ્થળો ધરાવે છે જ્યારે રાજસ્થાન પ્રમાણમાં ઓછા હરપ્પીય સ્થળો ધરાવે છે.

3. 3. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિ હતી, જ્યારે કુનાલે ગ્રામિણ સ્થાપનાના પૂરાવા આપ્યા છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 2 અને 3

45. હરપ્પા સંસ્કૃતિમાં બનાવવામાં આવતાં કાંસ્ય મૂર્તિઓ જે પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતા હતાં તેને કહે છે. (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

A. લોસ્ટ વેક્સ પ્રોસેસ (Lost Wax Process)

B. હોટ વેક્સ પ્રોસેસ (Hot Wax Process)

C. બ્રોન્જ વેક્સ પ્રોસેસ (Bronze Wax Process)

D. બ્લેક એન્ડ રેડ વેક્સ પ્રોસેસ (Black અને Red Wax Process)

Answer: (A) લોસ્ટ વેક્સ પ્રોસેસ (Lost Wax Process)

46. કાલીબંગાના ખોદકામ સાથે નીચેનામાંથી કોન સંલગ્ન છે? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. બી.બી લાલ

B. બી.કે થાપર

C. બી.બી.લાલ અને બી.કે થાપર

D. એસ.આર.રાવ

Answer: (C) બી.બી.લાલ અને બી.કે થાપર

47. નીચેના પૈકી કયું ભારતના આધુનીક સમયમાં ઉત્ખનન કરવામાં આવેલ હડપ્પાનું સૌથી તાજેતરનું અને સૌથી મોટું સ્થળ છે? (ICT Officer, DOS and Technology Class-2)

A. સુતકાગેંડોર

B. લોથલ

C. રાખીગઢી

D. સૂરકોડટા

Answer: (C) રાખીગઢી

48. સિંધુખીણની સંસ્કૃતિ અને વેદિક સંસ્કૃતિ વચ્ચે મુખ્ય તફાવત કયો હતો? (DEE(Electrical), GMC Class-2)

A. સિંધુ ખીણની સંસ્કૃતિ શહેરી હતી જ્યારે વેદિક સંસ્કૃતિ ગ્રામીણ હતી

B. સિંધુ ખીણની સંસ્કૃતિ અહિંસામાં માનતી હતી જ્યારે વેદિક સંસ્કૃતિ એ બલિદાન (Sacrifice) માં માનતી હતી.

C. સિંધુ ખીણની સંસ્કૃતિ વ્યાપારને મહત્વ આપતી હતી જ્યારે વેદિક સંસ્કૃતિમાં ધર્મ ને મહત્વ અપાતું હતું.

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (A) સિંધુ ખીણની સંસ્કૃતિ શહેરી હતી જ્યારે વેદિક સંસ્કૃતિ ગ્રામીણ હતી