rishanpyq
Loading...

Exam Questions

81. જૈન ધર્મગ્રંથનું સાહિત્ય ક્યા નામે ઓળખાય છે? (Municipal Chief Officer , Class-II)

A. ત્રિપિટક

B. જાતક

C. અવેસ્તા

D. આગમ

Answer: (D) આગમ

82. બૌધ્ધ ધર્મમાં “વિહાર” નો અર્થ શું થાય છે?

A. ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી

B. એક સ્થળેથી બીજા સ્થળે જવું

C. ભિખ્ખુઓ માટે રહેવાનું સ્થળ

D. ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

Answer: (C) ભિખ્ખુઓ માટે રહેવાનું સ્થળ

83. નીચેના વિધાનો વાંચી જવાબ આપો.

1. 1. પ્રાચીન ભારતમાં બે પ્રકારના શિક્ષકો હતાઃ ઉપાધ્યાય અને આચાર્ય

2. 2. ઉપાધ્યાયો વેદ, વેદાંગના કેટલાક ભાગો શીખવતાં અને તે અંગેનું મહેનતાણું પણ લેતાં

3. 3. આચાર્યો કલ્પસૂત્રો અને ઉપનિષદોની સાથે સાથે વેદો પણ શીખવતાં અને વિદ્યાર્થીઓ પાસે નાણાં લેતા ન હતાં.

A. 1 સાચું છે પરંતુ 2 અને 3 સાચાં નથી

B. 1 અને 3 સાચાં છે પરંતુ 2 સાચું નથી.

C. તમામ સાચાં છે.

D. તમામ ખોટાં છે.

Answer: (C) તમામ સાચાં છે.

84. બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે?

A. ચંદ્રગુપ્ત મૌર્ય

B. બિંદુસાર

C. સંપ્રતિ

D. બૃહદરથ

Answer: (C) સંપ્રતિ

85. બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામાં છે? (DEO)

A. વિનય પિટક

B. સુક્ત પિટક

C. અભિધમ્મ પિટક

D. મિલિન્દ પહનો

Answer: (B) સુક્ત પિટક

86. ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? (MCO Class III)

A. પાલી

B. હિંદી

C. અર્ધમાગધી

D. ઉપરના પૈકી કોઈ નહિં

Answer: (A) પાલી

87. નીચે દર્શાવેલ પ્રારંભિક (early) ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો?

A. ચંપા

B. સાકેત

C. પાટલિપુત્ર

D. કૌસંબી

Answer: (C) પાટલિપુત્ર

88. બૌધ્ધ ધર્મનાં ત્રણ શરણ (આશ્રય)માં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. ભિક્ષુ

B. ધર્મ

C. સંઘ

D. બુધ્ધ

Answer: (A) ભિક્ષુ