33. રાજ્યના અભિપ્રાયો પ્રમાણે રાજ્ય હેઠળની નોકરીઓમાં જેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તેવા કોઈપણ પછાત વર્ગના નાગરિકોના લાભમાં નિમણૂકો અથવા જગાઓ અનામત રાખવાની જોગવાઈ, રાજ્ય સરકાર ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ કરી શકે છે?
A. અનુચ્છેદ - 14
B. અનુચ્છેદ - 15
C. અનુચ્છેદ - 16
D. અનુચ્છેદ - 19
Answer: (C) અનુચ્છેદ - 16
34. નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. 1. રાજ્ય લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટમાન હોય તેવો ખિતાબ આપી શકે છે.
2. 2. ભારતના કોઈ નાગરિકથી કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં.
A. વિધાન (1) સાચું અને (2) ખોટું છે.
B. વિધાન (1) ખોટું અને (2) સાચું છે.
C. બંને વિધાનો ખોટાં છે.
D. બંને વિધાનો સાચાં છે.
Answer: (D) બંને વિધાનો સાચાં છે.
35. નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ, 86માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 51A માં દાખલ કરવામાં આવેલ છે.
A. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો.
B. માતા પિતાએ તેના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી.
C. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની.
D. જાહેર મિલ્કતનુ રક્ષણ કરવાની.
Answer: (B) માતા પિતાએ તેના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી.
36. નીચેના પૈકી કયા અધિનિયમ એ પ્રથમ વાર ભારતના બંધારણની પ્રસ્તાવના (આમુખ) રજુ કરી?
A. ભારત પરિષદ અધિનિયમ 1861
B. ભારત પરિષદ અધિનિયમ 1892
C. ભારત પરિષદ અધિનિયમ 1909
D. ભારત શાસન અધિનિયમ 1919
Answer: (D) ભારત શાસન અધિનિયમ 1919
37. જવાહરલાલ નહેરૂ વલ્લભભાઈ પટેલ અને પટ્ટભિ સિતારમૈયાનો સમાવેશ કરતી પ્રખ્યાત જે.વી.પી. સમિતિની ડીસેમ્બર 1948મા _______ માટે રચના કરવામાં આવેલ હતી.
A. ભાષા આધારિત રાજ્યોના પુર્નગઠનના પ્રશ્નોના પરીક્ષણ કરવા
B. દેશમાં બિન સાંપ્રદાયિક ન્યાયની સ્થાપનાના કેસોની તપાસ કરવા.
C. બંને A અને B
D. ઉપરના પૈકી કોઈ નહિં
Answer: (A) ભાષા આધારિત રાજ્યોના પુર્નગઠનના પ્રશ્નોના પરીક્ષણ કરવા
38. નાગરિકોની “મૂળભૂત ફરજો' અંગે કયું વિધાન ખોટું છે?
A. મૂળભૂત ફરજો સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણો આધારે આવી છે.
B. 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં બંધારણમાં મૂળભૂત ફરજો સામેલ કરવામાં આવી.
C. 2003માં બંધારણમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી.
D. મૂળભૂત ફરજોની જોગવાઈ બંધારણની કલમ 51-A માં કરવામાં આવી છે.
Answer: (C) 2003માં બંધારણમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી.
39. નીચેના વાક્યો તપાસો.
1. 1. 42માં બાધારણીય સુધારાનું બીલ 28 ઑગસ્ટ 1976ના રોજ શ્રી ગોખલે દ્વારા રજુ કરેલ હતુ.
2. 2. આ સુધારાની અસર તા. 3 જાન્યુઆરી 1977 થી અમલમાં આવેલ હતી.
3. 3. આર્ટીકલ 51-A નો ઉમેરો કરવામાં આવ્યો.
4. 4. નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા આ સુધારાની અમુક બાબતો રદ્દ કરેલ હતી.
A. વાક્ય 1, 2, 3 અને 4 યોગ્ય છે.
B. વાક્ય 1, 2 અને 3 યોગ્ય છે.
C. વાક્ય 2, 3 અને 4 યોગ્ય છે.
D. વાક્ય 1, 3 અને 4 યોગ્ય છે.
Answer: (A) વાક્ય 1, 2, 3 અને 4 યોગ્ય છે.
40. મૂળભૂત હક્કો ભાગ 3 માં જણાવવામાં આવેલ છે.
1. આર્ટીકલ 14 કાયદા સમક્ષ સમાનતા, આર્ટીકલ 16 જાહેર નોકરીની બાબતમાં સમાનતા અને આર્ટીકલ 18 ખિતાબોની નાબુદીની ચર્ચા કરે છે.
2. “શિક્ષણનો હક્ક”ની જોગવાઈ આર્ટીકલ 22A માં કરવામાં આવેલ છે.
A. 1,2 અને 3 બધાજ યોગ્ય છે.
B. 1 અને 3 યોગ્ય છે.
C. 2 અને 3 યોગ્ય છે.
D. 1 અને 2 યોગ્ય છે.
Answer: (A) 1,2 અને 3 બધાજ યોગ્ય છે.