Exam Questions

1. ભારતીય બંધારણનો કયો સુધારો આમુખમાં “સમાજવાદી” અને “બિનસાંપ્રદાયિક” શબ્દોનો ઉમેરો કરે છે ?

A. 41st સુધારો 1975

B. 42nd સુધારો 1976

C. 43rd સુધારો 1977

D. 44th સુધારો 1978

Answer: (B) 42nd સુધારો 1976

2. ચિ-I અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો. સૂચિ-I (ભારતીય બંધારણની વિશેષતા) - સૂચિ-II (વિશેષતાનું મૂળ)

1. (a) મૂળભૂત અધિકાર `- (i) યુ.કે.

2. (b) સંસદીય વ્યવસ્થા - (ii) યુ.એસ.એ.

3. (c) કટોકટીની જોગવાઈઓ - (iii) આયર્લેન્ડ

4. (d) રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંત - (iv) જર્મની -નીચેના સંકેતોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

A. a-iv, b-iii, c-ii, d-i

B. a-iii, b-iv, c-i, d-ii

C. a-ii, b-i, c-iv, d-iii

D. a-i, b-ii, c-iii, d-iv

Answer: (C) a-ii, b-i, c-iv, d-iii

3. આમુખ મુજબ ભારતીય બંધારણ તેની અધિકૃતતા. માંથી મેળવે છે.

A. ભારતીય સંસ્કૃતિ

B. ભારત સરકાર

C. ભારતની પ્રજા

D. ભારતીય સમાજ

Answer: (C) ભારતની પ્રજા

4. ભારતીય બંધારણના આમુખને તેના…………… તરીકે વર્ણવેલ છે.

A. બંધારણનો આત્મા

B. આધાર-ખડક

C. કરોડરજ્જુ

D. માળખા

Answer: (A) બંધારણનો આત્મા

5. નીચેનું પૈકી કયું દસ્તાવેજ સૌથી પહેલી મૂળભૂત અધિકારોની સૂચિ છે ?

A. 1928 નો નેહરુ અહેવાલ

B. સાઇમન કમીશન રિપોર્ટ 1929

C. કરાંચી ઠરાવ 1931

D. ગાંધી-ઇરવિન એકટ – 1931

Answer: (A) 1928 નો નેહરુ અહેવાલ

6. કેન્દ્રીય પ્રશાસનિક અધિકરણનું (CAT) અધિકારક્ષેત્ર અમલીકરણ નીચેનું/નીચેના પૈકી કયુ/કયા છે?

1. (1) અખિલ ભારતીય સેવાઓ

2. (2) કેન્દ્રીય નાગરિક સેવાઓ

3. (3) સર્વોચ્ચ ન્યાયાલયના અધિકારીઓ અને સેવકો.

4. (4) સંસદના સચિવ, કર્મચારી વર્ગ - નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. 1 અને 2

B. 2, 3 અને 4

C. 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) 1 અને 2

7. ડીસેમ્બર 1948ની ખૂબ જાણીતી JVP સમિત, જેમાં જવાહરલાલ નેહરૂ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટભિ સીતારામૈયાની નિમણૂંક થઈ હતી તેની રચના માટે થઇ હતી.

A. દેશમાં બિનસાંપ્રદાયિક રાજનીતિનું પરિક્ષણ કરવા.

B. ભાષાકીય આધાર પર રાજયોનું પુનર્ગઠન કરવાના મુદ્દાની તપાસ

C. A અને B

D. ઉપરોકતમાંથી કોઈ નહિ

Answer: (B) ભાષાકીય આધાર પર રાજયોનું પુનર્ગઠન કરવાના મુદ્દાની તપાસ

8. બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલા નીચેનો પૈકી કયો અધિકાર બિન-નાગરિક વ્યકિતઓને પણ પ્રદાન થયેલ છે ?

A. વાણી, સભા અને સંઘની સ્વતંત્રતા

B. ભારતના કોઇપણ ભાગમાં ફરવા, રહેવા અને સ્થાય થવાની સ્વતંત્રતા

C. કોઇપણ વ્યવસાય, વેપાર અથવા ધંધો કરવાની સ્વતંત્રતા

D. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર

Answer: (D) ધર્મની સ્વતંત્રતાનો અધિકાર