Exam Questions

17. ને નોટીસ આપ્યા બાદ અડધા કલાકની ચર્ચા કરી શકાય છે.

A. અધ્યક્ષ અધિકારી

B. ગૃહના સચિવ

C. સંસદીય બાબતોના પ્રધાન

D. સંબંધિત મંત્રી

Answer: (B) ગૃહના સચિવ

18. ભારતીય બંધારણની કલમ 21ની જોગવાઈમાં નો સમાવેશ થાય છે.

A. ટ્રાન્સજેન્ડરના અધિકાર

B. માનસિક વિકલાંગ મહિલાઓને બાળકને જન્મ આપવાના અધિકાર

C. A અને B બન્ને

D. A અને B બેમાંથી કોઈ નહીં

Answer: (C) A અને B બન્ને

19. મૂળભૂત અધિકારોમાં સુધારા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચુ છે?

A. સંસદ કોઈપણ મૂળભૂત અધિકાર સુધારી શકે છે.

B. સંસદ કોઈપણ મૂળભૂત અધિકાર સુધારી શકે નહીં

C. મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા માટે સંસદને રાજ્યની મંજૂરી જરૂરી છે.

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્તમાંથી કોઈ નહીં

20. રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને શિક્ષણ, કામ વગેરે માટે કાર્યસાધક જોગવાઈ કરશે. આ જોગવાઈ ભારતનાં બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે?

A. 40

B. 41

C. 42

D. 43

Answer: (B) 41

21. નીચેના પૈકી કયાં લક્ષણો એ ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયા એક્ટ, 1935ના આગવા લક્ષણો હતાં?

1. 1. કાઉન્સીલ ઓફ ઈન્ડીયાને રદ કરવી.

2. 2. કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવી.

3. 3. રાજ્યોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરવી.

4. 4. ફેડરલ કોર્ટની સ્થાપના કરવી.

A. 1 અને 2

B. 2 અને 3

C. 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

22. મિલકતનો હક એ મૂળભૂત હકમાંથી કાયદાકીય હકમાં રૂપાંતરીત કરવામાં આવ્યો કારણકે

A. તેણે ભ્રષ્ટાચાર રોકવામાં સરકારના હાથ બાંધી દીધા હતા.

B. તેના દ્વારા દાવામાં વધારો થયો હતો જેણે ન્યાયતંત્રને વધુ કાર્યબોજ આપ્યો હતો.

C. તેના દ્વારા ન્યાયતંત્ર અને સંસદ વચ્ચે વિવિધ પ્રકારના સંઘર્ષ થતા હતા.

D. જાહેર હિતમાં વધારો થયો.

Answer: (C) તેના દ્વારા ન્યાયતંત્ર અને સંસદ વચ્ચે વિવિધ પ્રકારના સંઘર્ષ થતા હતા.

23. ભારતીય બંધારણના નિર્માણ બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું/સાચાં છે?

1. 1. બંધારણ સભાએ તેની સૌ પ્રથમ મીટીંગ 9 ડિસેમ્બર, 1946 ના રોજ યોજી હતી.

2. 2. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

3. 3. 11 જાન્યુઆરી, 1947 ના રોજ જવાહરલાલ નહેરુએ ‘ઉદ્દેશ્ય ઠરાવ’ પસાર કર્યો.

4. 4. “ઉદ્દેશ્ય ઠરાવ” એ બંધારણના માળખાના મૂળભૂત અને તત્ત્વજ્ઞાન નિયત કરે છે. કોડ:

A. માત્ર 1, 2 અને 4

B. માત્ર 1, 2 અને 3

C. માત્ર 2 અને 3

D. માત્ર 3 અને 4

Answer: (A) માત્ર 1, 2 અને 4

24. ભારતના બંધારણ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. બ્રિટિશ પાર્લામેન્ટે 1935માં ભારત માટે ઘડેલું છેલ્લું બંધારણ હાલના બંધારણ માટે સૌથી નજીકનો અને મુખ્ય સ્ત્રોત છે.

2. 2. બંધારણનો કોઈપણ ભાગ બંધારણીય રીતે અપરિવર્તનીય નથી. પરંતુ અદાલતી ચુકાદાઓને કારણે બંધારણનું મૂળભૂત માળખું અપરિવર્તનીય છે, એમ સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદાઓમાં જાહેર કરેલું છે.

A. ફક્ત 1

B. ફક્ત 2

C. 1 અને 2 બંને

D. 1 અને 2 પૈકી કોઈ નહીં

Answer: (C) 1 અને 2 બંને