Exam Questions

25. ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વડુમથક દર્શાવતા જોડકા પૈકી કયા જોડકા યોગ્ય છે?

1. 1. અરાવલ્લી - મોડાસા

2. 2. ખેડા – આણંદ

3. 3. મહીસાગર - લુણાવાડા

4. 4. તાપી – રાજપીપળા

A. 1,3

B. 1, 2

C. 1, 4

D. 2,3

Answer: (A) 1,3

26. ભારતમાં કુલ વસ્તીના કેટલા ટકા (%) વસ્તી, શૂન્યથી છ વર્ષ (Zero to six years) સુધીના બાળકોની છે? (2011 ના સેન્સસ મુજબ)

A. 12.87

B. 13.59

C. 14.70

D. 15.46

Answer: (B) 13.59

27. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર (Literacy rate) કેટલો છે? (2011 ના સેન્સસ મુજબ)

A. 69.7

B. 61.4

C. 81.1

D. 57.9

Answer: (B) 61.4

28. 2011 ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં, શહેરમાં વસતા લોકોની વસ્તી, કયા રાજ્યમાં સૌથી વધારે છે?

A. આંધ્રપ્રદેશ

B. આસામ

C. બિહાર

D. ગોવા

Answer: (D) ગોવા

29. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં સેક્સ રેશીયો (Sex Ratio) સૌથી ઓછો છે?

A. તાપી

B. સુરત

C. વલસાડ

D. ડાંગ

Answer: (B) સુરત

30. વસતીના માળખાનું વય અને જાતિ જૂથના સંદર્ભમાં વિશ્લેષણ કરવામાં આવે છે તે……………….. દ્વારા રજૂ થાય છે.

A. જનસંખ્યા પિરામિડ

B. જન્મ દર પિરામિડ

C. મૃત્યુદર પિરામિડ

D. આયુ પિરામિડ

Answer: (B) જન્મ દર પિરામિડ

31. ગુજરાતની આદિવાસી જનસંખ્યા સંદર્ભે નીચેનું પૈકી કયું વિધાન સાચુ નથી?

A. ગુજરાતના કુલ 14 જિલ્લાઓને આદિવાસી જિલ્લા તરીકે તારવવામાં આવ્યા છે.

B. આદિવાસીઓમાં 37% સાક્ષરતા દર છે.

C. કુલ 25 વિવિધ પ્રકારના આદિવાસી જનસમૂહ ગુજરાતમાં વસે છે.

D. કુલ 5 આદિવાસી જનસમૂહની આદિમ જાતિ તરીકે ઓળખ થઈ છે.

Answer: (B) આદિવાસીઓમાં 37% સાક્ષરતા દર છે.

32. ભારતની જનગણના 2011 સંદર્ભે નીચેના વિધાનો જુઓ.

1. 1. છેલ્લી જનગણનાની તુલનામાં બાળ લિંગ ગુણોત્તરમાં ઘટાડો થયો છે.

2. 2. છેલ્લી જનગણનાની તુલનાએ સમગ્ર લિંગ ગુણોત્તરમાં સુધારો થયો છે.

3. 3. લિંગ સાક્ષરતા તફાવત 15% કરતા ઓછો છે.

4. નીચેના સંકેતોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.

A. 1 અને 3

B. 1 અને 2

C. 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) 1 અને 2