Exam Questions

25. સહાયકારી યોજના (Subsidiary Alliance) સંધિ અંતર્ગત દેશી રાજ્યોને કઈ સત્તા આપવામાં આવી હતી? (AO, Class-2)

A. આર્થિક

B. સંરક્ષણ

C. સંદેશાવ્યવહાર

D. વિદેશી બાબતો

Answer: (A) આર્થિક

26. નીચેના પૈકી કયો અધિનિયમ/પ્રસંગ/ઘટના એ લોર્ડ વિલિયમ બેન્ટીકના ગવર્નર જનરલ તરીકેના કાર્યકાળ સાથે સંબંધિત છે? (AO, Class-2)

1. 1. ત્રીજું મરાઠા યુધ્ધ

2. 2. સતી પ્રથાની નાબુદી

3. 3. થુગ્ગીનુ દમન (Suppression of Thuggee)

4. 4. અંગ્રેજી શિક્ષણ અધિનિયમ (The English Education Act)

A. માત્ર 1, 2 અને 3

B. માત્ર 2, 3 અને 4

C. માત્ર 1, 2 અને 4

D. માત્ર 1, 3 અને 4

Answer: (B) માત્ર 2, 3 અને 4

27. નીચેના પૈકી બંગાળના કયા ગવર્નરે મરાઠાઓ અને નિઝામ વચ્ચેના યુદ્ધ દરમ્યાન તટસ્થતા અને બિન-હસ્તક્ષેપની નીતિ અનુસરી? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS

A. સર જહાઁન શોર

B. સર જહોન મેકફર્સન

C. સર જ્યોર્જ બાર્લો

D. લોર્ડ કોર્નવોલિસ

Answer: (A) સર જહાઁન શોર

28. લૉર્ડ કર્ઝન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. લૉર્ડ કર્ઝને પ્રથમ વખત ખેતી સુધારણા માટેના વૈજ્ઞાનિક પ્રયોગો અમલમાં

2. 2. તેઓએ જમીન મહેસૂલ ઠરાવવાના અને એકત્ર કરવાની પધ્ધતિમાં ખેડૂતોને લાભદાયક એવાં મહત્ત્વના સુધારા કર્યા.

3. 3. તેઓએ અસાધારણ સંજોગો સિવાય જમીન મહેસૂલની વધારે આંકણી નહિ કરવાનો તથા તે કડક રીતે વસૂલ નહિ કરવાનો મહેસૂલ અધિકારીઓને આદેશ આપ્યો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. 1, 2 અને 3

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 1, 2 અને 3

29. હિન્દના કામચલાઉ ગવર્નર જર્નલ એડમે માર્ચ, 1823 માં હિન્દના અખબારો પર મૂકેલાં સરકારી અંકુશોને રદ કરતો કાયદો ઓગસ્ટ, 1853 માં કયા ગવર્નર જર્નલે કર્યો હતો? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. લોર્ડ એમહર્સ્ટ

B. સર ચાર્લ્સ મેટકાફ

C. વિલિયમ બટરવર્થ બેલેચ

D. લોર્ડ વિલિયમ બેન્ટિક

Answer: (B) સર ચાર્લ્સ મેટકાફ

30. 1848 માં ભારતના ગવર્નર જનરલ તરીકે આવેલા ડેલહાઉસીએ ભારતમાં કાયમી રાજ્ય સ્થાપવા “ખાલસા નીતિ” નો અમલ શરૂ કરેલ હતો.

1. કોર્નવોલિસ દ્વારા મહેસુલી વ્યવસ્થા માટે કાયમી જમાબંધીની પધ્ધતિ દાખલ કરેલ હતી. ઉપરોક્ત વાક્યો ચકાસો. (AD (Training)/Principal, GSTS Class-1)

A. માત્ર 1 વાક્ય યોગ્ય છે

B. માત્ર 2 વાક્ય યોગ્ય છે

C. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે

D. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી

Answer: (C) 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે

31.

A.

B.

C.

D.

Answer:

32. ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે કોણ હતું?

A. ફ્રાંસિસ્કો-દ અલ્મોડા

B. અલ્ફાંસો-દ-અલ્બુકર્ક

C. વાસ્કોડીગામા

D. કોરનેલિસ-ડ-હસ્તમાન

Answer: (A) ફ્રાંસિસ્કો-દ અલ્મોડા