Exam Questions

25. “આદર્શ આચારસંહિતા'ના અમલ દરમ્યાન સરકારની કામગીરી સંદર્ભે નીચેનાં વિધાનો વિચારો.

1. 1. આપત્તિ આવી પડે તો સરકાર અસરગ્રસ્તો માટે સહાય, પાયાની સુવિધાઓ અને પુનઃવસવાટ પૂરા પાડવાની જાહેરાત કરી શકે છે.

2. 2. ચૂંટણીપંચની મંજૂરીથી કર્મચારીઓની બદલી કરી શકે છે તથા શરૂ થઈ ગયેલ યોજનાઓ પૂરી કરી શકે છે.

3. ઉપર દર્શાવેલ પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. બંને

B. બીજું

C. પ્રથમ

D. એકપણ નહીં

Answer: (A) બંને

26. પ્રોટેમ સ્પીકરની મુખ્ય ભૂમિકા કઈ છે?

A. રાજ્યસભાની કાર્યાવાહીનું સંચાલન

B. ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવાની

C. સંસદની કાર્યવાહીનું સંચાલન

D. ખરડાની ચકાસણી કરવાનું

Answer: (B) ચૂંટાયેલા સદસ્યોને શપથ લેવડાવવાની

27. ભારતના બંધારણના કયા આર્ટીકલમાં “ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયોની દરમ્યાનગીરી ઉપર પ્રતિબંધ'ની જોગવાઈ કરવામાં આવેલી છે ?

A. 329

B. 328

C. 327

D. 326

Answer: (A) 329

28. નીચેના વાક્યો નિયંત્રક-મહાલેખા પરીક્ષકના સંદર્ભમાં ચકાસો.

1. 1. ભારતના નિયંત્રક-મહાલેખા પરીક્ષકની નિમણૂક ભારતના બંધારણના આર્ટીકલ 148ની જોગવાઈઓ મુજબ થાય છે.

2. 2. તેઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને હોદ્દો સંભાળતા પહેલા જરૂરી શપથ લેવાના રહે છે.

3. 3. તેઓ પોતાનો હોદ્દો ધરાવતા બંધ થાય ત્યારબાદ અન્ય સરકારી હોદ્દો સંભાળી શકતા નથી.

A. પ્રથમ, બીજું અને ત્રીજું વાક્યો યોગ્ય છે.

B. પ્રથમ અને બીજું વાક્યો યોગ્ય છે.

C. પ્રથમ અને ત્રીજું વાક્યો યોગ્ય છે.

D. બીજું અને ત્રીજું વાક્યો યોગ્ય છે.

Answer: (A) પ્રથમ, બીજું અને ત્રીજું વાક્યો યોગ્ય છે.

29. ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય કાયદો જાહેર કરવાની સત્તા છે, જ્યારે ...........

A. કાયદો બંધારણીય કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે.

B. કાયદો રાષ્ટ્રના મૂળભૂત અંતરાત્માનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે.

C. કાયદો રાષ્ટ્રપતિના વિશેષાધિકારનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે.

D. ઉપરોક્તમાંથી કોઈ નહીં.

Answer: (A) કાયદો બંધારણીય કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે.

30. સૂચિ-1 અને સૂચિ-II ને યોગ્ય રીતે જોડો.

1. સૂચિ-I – કેસ - સૂચિ-II - ચૂકાદા 1. ગોલકનાથ વિરૂદ્ધ પંજાબ રાજ્ય - i. મૂળભૂત અધિકારના આધારે રાજ્યની નીતિના સિદ્ધાંતોનું નિર્દેશન કરવાની અગ્રતા

2. 2. કેશવાનંદ વિરૂદ્ધ કેરળ રાજ્ય - ii. બંધારણની સુધારણા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.

3. 3. મિનરવા મિલ્સ વિરૂદ્ધ ભારત સંઘ - iii. અમૂક મૂળભૂત સુવિધાઓ સુધારી શકાતી નથી.

4. 4. 42મો બંધારણીય સુધારો - iv. સંસદ બંધારણમાંના કોઈપણ મૂળભૂત અધિકારોને ઘટાડી શકતી નથી.

A. 1-iv, 2- iii, 3-ii, 4-i

B. 1-i, 2-ii, 3-iii, 4-iv

C. 1-ii, 2-iii, 3- iv, 4-i

D. 1-iii, 2-iv, 3-ii, 4-i

Answer: (A) 1-iv, 2- iii, 3-ii, 4-i

31. ભારતના મહાન્યાયવાદી (એટર્ની જનરલ) સંદર્ભે નીચેનામાંથી કયુ સાચુ નથી?

A. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત

B. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટે લાયક

C. ભારત સરકાર અને રાજ્ય સરકારને સલાહ આપે છે.

D. ભારતના પ્રદેશમાં તમામ ન્યાયાલયોમાં લોકોને અધિકાર હશે.

Answer: (C) ભારત સરકાર અને રાજ્ય સરકારને સલાહ આપે છે.

32. ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? (Special leave to appeal, by the Supreme Court)

A. 136

B. 135

C. 134

D. 133

Answer: (A) 136