Exam Questions

1. નીચેના પૈકી એવી કઈ બાબત છે કે જે અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી?

A. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિશોને દૂર કરવા

B. રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું

C. રાજ્યમાં બંધારણીય તંત્ર ભાંગી પડયું હોવાની જાહેરાત કરવી.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિશોને દૂર કરવા

2. સર્વોચ્ચ અદાલતી હુકમતને ચાર શ્રેણીઓમાં વિભાજીત કરી શકાય. નીચેના પૈકી કયું આ ચારમાં નથી ?

A. મૂળ હકુમત

B. અપીલીય હકુમત

C. ખાસ હકુમત

D. પુનઃર્વિચારણાની હકુમત

Answer: (C) ખાસ હકુમત

3. ભારતના ચૂંટણી આયોગ પાસે ______ છે.

A. અર્ધ-ન્યાયિક સત્તા

B. સલાહકારી સત્તા

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (A) અર્ધ-ન્યાયિક સત્તા

4. ભારતના નાણા પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો

A. સલાહનું સ્વરૂપ છે.

B. બંધનકર્તા છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (A) સલાહનું સ્વરૂપ છે.

5. ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક માટે નીચેના પૈકી કયું અન્વેષણ વિવેકાધિકાર હેઠળનું છે અને આવશ્યક નથી ?

A. હિસાબી અન્વેષણ

B. સત્તાનું અન્વેષણ

C. વિનિયોગનું અન્વેષણ

D. માલિકીનું અન્વેષણ

Answer: (D) માલિકીનું અન્વેષણ

6. પ્રો-ટેમ” સ્પીકર બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. ગૃહના નેતા વરિષ્ઠ સભ્યો પૈકી એકને “પ્રો-ટેમ” - સ્પીકર તરીકે નિયુક્ત કરે છે.

B. પ્રો-ટેમ સ્પીકરનો કાર્યકાળ નવા બનેલા ગૃહના સત્રની શરૂઆતની તારીખથી 15 દિવસનો હોય છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (D) (A) અને (B) પૈકી કોઈ નહીં

7. નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચૂકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી?

A. બાલાજી કેસ 1963

B. ઈન્દ્ર સાહની કેસ 1991

C. પી. કે. ત્રિપાઠી કેસ 2008

D. એ. કે. ગોપાલન કેસ 1950

Answer: (D) એ. કે. ગોપાલન કેસ 1950

8. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તેવી રીતે અને તેવા કારણો સિવાય ચૂંટણી કમિશ્નરને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહિ.

2. 2. મુખ્ય ચૂંટણી કમિશ્નરની સેવાની શરતોમાં, તેમની નિમણૂંક પછી તેમને ગેરલાભ થાય તેવો ફેરફાર કરી શકાશે નહિ.

3. 3. અનુચ્છેદ 326 ભારતના ચૂંટણી આયોગની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવા માટેની સત્તા બાબતની છે.

4. 4. ટી. એન. શેષન ને 1995 માં ચૂંટણી આયોગના સભ્યોને દૂર કરવા માટે અદાલતમાં અરજી કરી હતી

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (C) ફક્ત 2 અને 4