Exam Questions

81. અનુચ્છેદ 51A મુજબ મૂળભૂત ફરજોના સંદર્ભે નીચેનું પૈકી કયુ સાચું નથી?

A. ફરજો નાગરિકો માટે ફરજીયાત છે.

B. ફરજો પરમાદેશ / રિટ દ્વારા લાગુ કરી શકાય.

C. માત્ર બંધારણ પદ્ધતિઓ દ્વારા પ્રવર્તન.

D. અનુચ્છેદ 51A એ ઉત્કૃષ્ટતા તરફ આગળ વધવા માટેના દૃષ્ટિકોણ સાથેનું હકારાત્મક સ્વરૂપ છે.

Answer: (B) ફરજો પરમાદેશ / રિટ દ્વારા લાગુ કરી શકાય.

82. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવાયુ છે કે, “ભારત રાજ્યોનો સંઘ છે.”

A. અનુચ્છેદ 1(1)

B. અનુચ્છેદ 2(A)

C. અનુચ્છેદ 3(a)

D. અનુચ્છેદ 4(1)

Answer: (A) અનુચ્છેદ 1(1)

83. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રીટ (ન્યાયાલય આદેશ) મંજૂર કરવામાં આવે છે?

A. અનુચ્છેદ 14

B. અનુચ્છેદ 19

C. અનુચ્છેદ 28

D. અનુચ્છેદ 32

Answer: (D) અનુચ્છેદ 32

84. નીચેના પૈકી કયું|કયાનો સમાવેશ સર્વોચ્ચ ન્યાયાલયના મૂળ અધિકારક્ષેત્રમાં થાય છે?

A. ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ

B. રાજ્યની વિધાનસભા અથવા સંસદના કોઈ ગૃહની ચૂંટણી અંગે વિવાદ

C. ભારત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે વિવાદ

D. બે કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે વિવાદ

Answer: (A) ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ

85. જાહેર હિતના મુકદ્દમાની પ્રણાલી ભારતમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા દાખલ કરવામાં આવી છે?

A. બંધારણીય સુધારા દ્વારા

B. અદાલતી પ્રક્રિયા દ્વારા

C. રાજકીય પક્ષો દ્વારા

D. સંસદીય અધિનિયમ દ્વારા

Answer: (B) અદાલતી પ્રક્રિયા દ્વારા

86. (1) ભારતના એટર્ની જનરલને ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.

1. (2) ભારતના એટર્ની જનરલને રાષ્ટ્રપતિ નક્કી કરે તે જ મહેનતાણું મળશે.

A. વિધાન (1) સાચું અને (2) ખોટું છે.

B. વિધાન (1) ખોટું અને (2) સાચું છે.

C. બંને વિધાનો સાચાં છે.

D. બંને વિધાનો ખોટાં છે.

Answer: (C) બંને વિધાનો સાચાં છે.

87. ઉચ્ચતમ ન્યાયાલયની હકૂમત વધારવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોની છે?

A. રાષ્ટ્રપતિની

B. વડાપ્રધાનની

C. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંનેની

D. સંસદની

Answer: (D) સંસદની

88. બે કે વધુ રાજ્યો તેમના જુથ માટે એક લોક સેવા આયોગ રાખવાની સમજૂતી કરી શકશે તે અંગે નીચે દર્શાવેલ કઈ સંવિધાનિક જોગવાઈ યોગ્ય છે?

A. રાષ્ટ્રપતિ વટ હુકમ કરીને જોગવાઈ કરી શકે છે.

B. સંસદ આગવી રીતે અલગથી કાયદો કરી શકે છે.

C. બે કે વધુ રાજ્યો પૈકી દરેક રાજ્યાના વિધાનમંડળનું ગૃહ કે બે ગૃહો હોય ત્યાં દરેક ગૃહ આ મતલબનો ઠરાવ કરે તો સંસદ સંયુક્ત લોકસેવા આયોગ નીમવા કાયદાથી જોગવાઈ કરી શકે.

D. (A) અને (B) બંને રીતે જોગવાઈ થઈ શકે છે.

Answer: (C) બે કે વધુ રાજ્યો પૈકી દરેક રાજ્યાના વિધાનમંડળનું ગૃહ કે બે ગૃહો હોય ત્યાં દરેક ગૃહ આ મતલબનો ઠરાવ કરે તો સંસદ સંયુક્ત લોકસેવા આયોગ નીમવા કાયદાથી જોગવાઈ કરી શકે.