RishanPYQ

Exam Questions

17. નીચેના પૈકી કોણ એ ભક્તિ (પરંપરા)ના પ્રથમ સંત હતા જેમણે તેમના ઉપદેશ (message) ના પ્રચાર માટે હિન્દીનો ઉપયોગ કર્યો હતો? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. દાદુ

B. કબીર

C. રામાનંદ

D. તુલસીદાસ

Answer: (C) રામાનંદ

18. પ્રાર્થના સમાજે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સંસ્થાના વિચારોનો પ્રચાર કરવા કયું સામાયિક શરૂ કર્યું હતું? (Assistant Engineer (Mechanical), Class-2(GMB))

A. સુબોધ પત્રિકા

B. તત્વ બોધિની

C. સંવાદ કૌમુદી

D. સંવાદ પ્રભાકર

Answer: (A) સુબોધ પત્રિકા

19. રાજા રામ મોહનરાયના ધાર્મિક ખ્યાલો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. તે એકેશ્વરવાદ - એક ઈશ્વરના ખ્યાલમાં માનતા હતા.

2. 2. તેમણે વેદ ને શાશ્વત (Eternal) અને અમોઘ (Infallible) માન્યા હતા.

3. 3. તેમણે તમામ ધાર્મિક બાબતોમાં માનવ તર્ક (Reason) અને વિવેક બુધ્ધિ (Rationality) ઉપર ભાર મૂકયો હતો.

4. 4. તેમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો.

A. માત્ર 1, 3 અને 4

B. માત્ર 1, 2 અને 3

C. માત્ર 2, અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (A) માત્ર 1, 3 અને

20. જ્યોતિબા ફૂલે વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (AO, Class-2)

1. 1. તેમણે બ્રામણબાદી ધાર્મિક સત્તા સામે જીવનપર્યત ચળવળ ચલાવી નેતૃત્વ કર્યું.

2. 2. તેમણે અખિલ ભારતીય અનુસૂચિત જાતિ સંઘ (All India Scheduled Caste Federation)ની રચના કરી

3. 3. નિમ્મજાતિની કન્યાઓ માટે અનેક શાળાઓ ખોલનાર તેઓ સૌ પ્રથમ હતા

A. માત્ર 2 અને 3

B. માત્ર 1 અને 2

C. માત્ર 1 અને 3

D. 1, 2, અને 3

Answer: (C) માત્ર 1 અને 3

21. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS (CLASS-1) GCS (CLASS 1&2) GMCOS (CLASS-2)

1. 1. નિર્ગુણ માર્ગી સંતોમાં તુલસીદાસ અને મીરાંબાઈનો સમાવેશ થાય છે.

2. 2. સગુણ ભક્તિધારામાં રામભક્તિ અને કૃષ્ણભક્તિ એમ બે શાખાઓ પ્રચલિત થઈ.

3. 3. સૂરદાસની વાણીમાં પુષ્ટીમાર્ગી વિચારધારા વ્યક્ત થઈ છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (C) ફક્ત 2 અને 3

22. યંગ બંગાલ મુવમેન્ટ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવેલ હતી? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. કેશવચન્દ્ર સેન

B. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર

C. હેનરી ડેરોજીયો

D. ઉપરના પૈકી એકપણ નહીં

Answer: (C) હેનરી ડેરોજીયો

23. શતનામી આંદોલનની શરૂઆત નીચેનામાંથી કોણે કરી હતી? (AM/AD, Class-2, GSS, GPS, IM)

A. હરિદાસ ઠાકુર

B. શ્રી નારાયણ ગુરુ

C. જ્યોતિરાય ફુલે

D. ઘાસીદાસ

Answer: (D) ઘાસીદાસ

24. રામાયણ રચનાર તુલસીદાસ, નીચેના પૈકી કયા બાદશાહના સમયગાળા દરમ્યાન કાર્યવંત હતા? (AD (Training)/Principal, GSTS Class-1)

A. અકબર

B. હુમાયુન

C. શાહજહાન

D. શેરશાહ સુરી

Answer: (A) અકબર