Exam Questions

17. કયા ધારા હેઠળ રાજકીય બાબતો માટે બ્રિટનની સરકારે છ સભ્યોના બોર્ડ ઓફ કન્ટ્રોલની નિમણૂક કરી હતી અને આ બોર્ડને હિંદમાં રહેલાં બ્રિટનનાં સંસ્થાનોના દીવાની અને ફોજદારી શાસનની બધી જ કામગીરીનાં નિરીક્ષણ, નિર્દેશન અને અંકુશની સત્તા આપવામાં આવી હતી? (MAO, Class-II (ARV)

A. 1793 નો ચાર્ટર ધારો

B. 1813 નો ચાર્ટર ધારો

C. પિટનો ઇન્ડિયા ધારો, 1784

D. 1781 નો સુધારાલક્ષી ધારો

Answer: (C) પિટનો ઇન્ડિયા ધારો, 1784

18. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે? (MCO Class III)

A. વલંદાઓ

B. ફીરંગીઓ

C. પારસી

D. ફ્રેંચ

Answer: (B) ફીરંગીઓ

19. 16 મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે ‘મિરેબકર’ હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો? (AS, Horticulture, Government Printing Press Class-2)

A. પાયદળના વડા

B. વજીર

C. રાજાના અંગત મદદનીશ

D. નૌસેનાના વડા

Answer: (D) નૌસેનાના વડા

20. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવેલ હતો?

A.

B. ગોવા

C. કોચી

D. દિવ

Answer: (C) કોચી

21. કર્ણાટ્ક વિગ્રહો કઇ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં? (Accounts Officer & Commercial Tax Officer) (AOG)

A. મુઘલ મરાઠા

B. અંગ્રેજ - ફ્રેન્ચ

C. અંગ્રેજ ડચ

D. અંગ્રેજ મરાઠા

Answer: (B) અંગ્રેજ - ફ્રેન્ચ

22. પરદેશના વેપારીઓ અને તેઓએ સ્થાપેલ કોઠીના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (Assistant Engineer (Civil ), Class II)

1. (1) પોર્તુગલ - (A) પોંડેચેરી, મચ્છલી પટ્ટમ

2. (2) ડચ - (B) કાલીકટ

3. (3) અંગ્રેજો - (C) પુલિકટ

4. (4) ફ્રેંચ - (D) સુરત

A. 1-C, 2-D, 3-A, 4-B

B. 1-B, 2-C, 3-D, 4-A

C. 1-D, 2-A, 3-B, 4-C

D. 1-A, 2-B, 3-C, 4-D

Answer: (B) 1-B, 2-C, 3-D, 4-A

23. વાંદીવાશની લડાઈ, 1760 (Wandiwash) માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો?

A. સર જહોન લોરેન્સ

B. એડમિરલ વોટસન

C. જનરલ આયર કૂફ (Eyre Coof)

D. કાઉન્ટ ડી લેલી

Answer: (C) જનરલ આયર કૂફ (Eyre Coof)

24. રેગ્યુલેટીંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું?

A. લોર્ડ નોર્થ

B. લોર્ડ મેયો

C. લોર્ડ એક્ટન

D. સર વિલિયમ જોન્સ

Answer: (A) લોર્ડ નોર્થ