Exam Questions

1. કથિત “કાળી કોઠરીની ઘટના”(Black Hole Incident) કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે? (MAO, Class-II (ARV)

A. પ્લાસીનું યુદ્ધ

B. બકસરનું યુદ્ધ

C. પ્રથમ કર્ણાટક વિગ્રહ

D. તૃતિય કર્ણાટક વિગ્રહ

Answer: (A) પ્લાસીનું યુદ્ધ

2. કયા વર્ષમાં બ્રટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક અપાયો હતો? (MAO, Class-II (ARV)

A. ઈ.સ. 1669

B. ઈ.સ. 1677

C. ઈ.સ.. 1683

D. ઈ.સ. 1700

Answer: (A) ઈ.સ. 1669

3. નીચેનામાંથી ક્યા બ્રિટિશ ગવર્નર જનરલે ભારતમાં ટપાલ સેવા ટપાલ ટિકિટ સાથે શરૂ કરી હતી? (GAS,AO,GCT)

A. રોબર્ટ કલાઇવ                                      

B. આર્થર વેલેસ્લી

C. વિલિયમ બેન્ટિક                                    

D. લોર્ડ ડેલહાઉસી

Answer: (B) આર્થર વેલેસ્લી

4. હન્ડ્રેડ ઈયર વૉર “The hundred year war” કયા દેશો વચ્ચે થયેલ હતુ? (Deputy Director,GSS, Class I),

A. ફ્રાન્સ અને જર્મની

B. જર્મની અને ઓસ્ટ્રેલીયા

C. ફ્રાન્સ અને ઇંગ્લેંડ

D. ઇંગ્લેંડ અને જર્મની

Answer: (C) ફ્રાન્સ અને ઇંગ્લેંડ

5. યુધ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.

1. (1) પાણીપતનું ત્રીજું યુધ્ધ - (A) 1814-16

2. (1) પાણીપતનું ત્રીજું યુધ્ધ - (A) 1814-16

3. (3) ત્રીજી કર્નાટક વૉર - (C) 1757

4. (4) એંગ્લો-ગુરખા વૉર - (D) 1756-1763

A. 1-D, 2-A, 3-B, 4-C

B. 1-C, 2-D, 3-A, 4-B

C. 1-B, 2-C, 3-D, 4-A

D. 1-A, 2-B, 3-C, 4-D

Answer: (C) 1-B, 2-C, 3-D, 4-A

6. 19મી સદીના પ્રારંભમાં થયેલ વોલ્કર સંધિમાં એક અગત્યની આવશ્યક કલમ કઈ હતી?

A. મૂળ રાજ્યોમાં ફરજિયાત શિક્ષણ

B. હસ્તકલાની વસ્તુઓ પર નિકાસ કરવાનો પ્રતિબંધ

C. કન્યાઓને દૂધપીતી કરવા પર પ્રતિબંધ

D. મૌલિક (Radical) વર્તમાનપત્રો પર પ્રતિબંધ

Answer: (C) કન્યાઓને દૂધપીતી કરવા પર પ્રતિબંધ

7. શાહશૂજા, રણજિતસિંહ અને અંગ્રેજો વચ્ચે ત્રિપક્ષી કરાર કયા વર્ષમાં થયેલ હતો? (GENERAL STUDY)

A. ઈ.સ. 1836

B. ઈ.સ. 1837

C. ઈ.સ. 1838

D. ઈ.સ. 1842

Answer: (C) ઈ.સ. 1838

8. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? (General Study)

A. ઈ.સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.

B. પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.

C. પ્લાસીના યુદ્ધથી ઇસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દિવાની સત્તા મળી.

D. મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો.

Answer: (C) પ્લાસીના યુદ્ધથી ઇસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દિવાની સત્તા મળી.