Exam Questions

17. ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન કયા અધિકારીને “નિઝામુલમુલ્ક” કહેવામાં આવતો

A. વજીર

B. વજીરમંડળનો વડો

C. સેનાપતિ કે સૈન્યનો વડો

D. સુલ્તાન સ્વયં આ હોદ્દો ધરાવતા

Answer: (B) વજીરમંડળનો વડો

18. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો, ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? (SW0, Class-II)

A. શેર શાહ

B. બહાદુર શાહ

C. શાહ હુસૈન

D. રાણા વિક્રમ

Answer: (B) બહાદુર શાહ

19. ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી? (SW0, Class-II)

A. ઈ.સ. 1411

B. ઈ.સ. 1413

C. ઈ.સ. 1423

D. ઈ.સ. 1443

Answer: (A) ઈ.સ. 1411

20. ચાંપાનેરમાં 15 મી સદીમાં ગુજરાત સલતનત સમયે શ્રેષ્ઠ ગુજરાતી સ્થાપત્ય પરાવર્તિત કરતુ ભવ્ય મસ્જિદનું નિર્માણ કોણે કર્યું હતુ? (GAS,AO,GCT)

A. મુઝફ્ફર શાહ

B. અહેમદ શાહ

C. મલિક આયાઝ

D. મહમદ બેગડા

Answer: (D) મહમદ બેગડા

21. ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટમાં “વેન્તા” પદ્ધતિને કયા સુલતાનના શાસન દરમિયાન રજૂ કરવામાં આ હતી? (GAS,AO,GCT)

A. અલાઉદ્દીન ખિલજી

B. મુહમ્મદ બેગડો

C. મુહમ્મદ તુઘલક

D. અહેમદ શાહ પ્રથમ

Answer: (D) અહેમદ શાહ પ્રથમ

22. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? (Agriculture officer)

A. મહમદ બેગડાએ

B. કુમારપાળ

C. શોભનદેવ

D. સિદ્ધરાજ જયસિંહ

Answer: (A) મહમદ બેગડાએ

23. ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ ‘મુસ્તફાબાદ’ ક્યા રાજવીએ આપ્યું હતું?

A. બહાદુર શાહ

B. મુઝફ્ફરશાહ બીજો

C. મેહમૂદ બેગડો

D. એહમદશાહ

Answer: (C) મેહમૂદ બેગડો

24. ગુજરાતના સુલ્તાન બહાદુરશાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યુ હતું?

A. પોર્ટુગીઝ

B. મોગલ

C. આરબો

D. મરાઠા

Answer: (A) પોર્ટુગીઝ