Exam Questions

9. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુ હતા?

A. મહમદ બેગડા

B. બહાદુરશાહ

C. અહમદશાહ પહેલો

D. અહમદશાહ ત્રીજો

Answer: (C) અહમદશાહ પહેલો

10. મધ્યકાલીન ગુજરાતમાં ગરાસિયા શબ્દએ.... નો સંદર્ભ છે. (Assistant Engineer (Civil), Class-2, (GWSSB))

A. કચ્છના નાના સ્વતંત્ર રાજપૂત મુખી

B. વિસ્થાપિત કોળી કોમનો સરદાર

C. શાસક રાજપૂત કુળના જૂનીયર સદસ્યોને તબદીલ કરી આપવામાં આવેલી (granted) જમીન અને ગામોના વારસાગત ધારકો

D. ભીલ મુખીઓના જૂનીયર સદસ્યોને તબદીલ કરી આપવામાં આવેલી (granted) જમીન અને ગામોના વારસાગત ધારકો

Answer: (C) શાસક રાજપૂત કુળના જૂનીયર સદસ્યોને તબદીલ કરી આપવામાં આવેલી (granted) જમીન અને ગામોના વારસાગત ધારકો

11. મુઘલ સેના સામેના ધ્રોળના યુદ્ધમાં મુઝફફરશાહ ત્રીજાને કોણે સહાય કરી હતી ?

A. જામ સીતાજી

B. વિભાજી

C. લાખાજી

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) જામ સીતાજી

12. નીચેના પૈકી ગુજરાત સલ્તનતના કયા શાસકે ઈ.સ. 1479માં પ્રાચીન જૂનાગઢનું નામ બદલીને મુસ્તફાબાદ કરી દીધું હતું? (Executive Engineer (Mechanical), Class-1 (GWSSB))

A. સુલતાન અહમદશાહ

B. મુઝફ્ફર શાહ પહેલો

C. સુલતાન મહંમૂદ બેગડો

D. બહાદુર શાહ

Answer: (C) સુલતાન મહંમૂદ બેગડો

13. મહેમુદ બેગડાને યુદ્ધમાં પરાક્રમથી ખુશ કરી ગુલામીમાંથી મુક્તિ મેળવનાર, અને બાદશાહનો માનીતો સરદાર બનનાર કોણ હતું? (Assistant Engineer (Civil), Class-2)

A. સીદી બશીર

B. માલિક આયાઝ

C. મુબારક સૈયદ

D. આઝમ ખાન

Answer: (B) માલિક આયાઝ

14. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો? (Superintending Archaeologist, Class-2)

A. મહંમદ ઘોરી

B. અકબર

C. અહમદશાહ

D. અલ્લાઉદ્દીન ખીલજી

Answer: (D) અલ્લાઉદ્દીન ખીલજી

15. ગુજરાતના રાજ્યપાલ ઝફર ખાન (Zafar Khan)એ ઔપચારિક રીતે તેમની સ્વતંત્રતા ક્યારે જાહેર કરી હતી? (DEE(Electrical), GMC Class-2)

A. અલાઉદ્દીન ખીલજીના મૃત્યુ બાદ

B. મહંમદ બિન તઘલખના મૃત્યુ બાદ

C. દિલ્હી પર તૈમૂરના આક્રમણ બાદ

D. ફેરુઝ તઘલખના શાસનકાળ દરમ્યાન

Answer: (C) દિલ્હી પર તૈમૂરના આક્રમણ બાદ

16. ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે1178 માં ગુજરાત પર ચડાઈ કરી? (GAS Class‐I & GCS Class I & I)

A. ભીમા - ।

B. કુમારપાળ

C. ભી મા - ।। (ભોલા-ભીમા)

D. કર્ણદેવ

Answer: (C) ભીમા - ।। (ભોલા-ભીમા)