Exam Questions

17. ગુજરાત વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?

1. 1. ગુજરાત સરકાર મુજબ ફુગાવાનો દર (CPI Combined) 4.15% છે.

2. 2. વિદ્યાર્થીઓનો અભ્યાસ છોડી દેવાનો દર (ડ્રોપ આઉટ દર) (1 થી 5 ધોરણમાં) 1.42% છે.

3. 3. GSDPની નાણાકીય ખાદ્યએ 11.66% છે.

4. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (D) માત્ર 1 અને 2

18. રાજ્યમાં “સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશન” (State Financial Corporation)ની રચના કોને ધિરાણ આપવા માટે રચવામાં આવેલ હતી?

A. ખેડૂતો-અને કૃષિ ક્ષેત્રમા ધિરાણ માટે

B. કુટીર ઉદ્યોગના ધિરાણ માટે

C. મોટા ઉદ્યોગોને ધિરાણ કરવા માટે

D. મધ્યમ અને નાના ઉદ્યોગોને ધિરાણ કરવા માટે

Answer: (D) મધ્યમ અને નાના ઉદ્યોગોને ધિરાણ કરવા માટે

19. ગુજરાત સરકારની ગરીબ સમૃધ્ધિ યોજના બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?

A. આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.

B. આ યોજના શહેરી ગરીબો માટે બહેતર આવાસ પુરૂ પાડવા માટેનો સાકલ્યવાદી અભિગમની કલ્પના કરે છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (A) આ કાર્યક્રમ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગનો મુખ્ય કાર્યક્રમ છે.

20. ગુજરાતની વિદ્યા લક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?

A. આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય.

B. ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂા. 2000 ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

21. ગુજરાતના 2019-20 ના અંદાજપત્રની “નલ સે જલ યોજના” બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂા. 20,000 કરોડ આવનારા ત્રણ વર્ષો દરમ્યાન ખર્ચ કરવામાં આવશે.

B. 2019-20 માં આ યોજના હેઠળ રૂા. 4,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

22. નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ?

A. મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ)

B. મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત)

C. મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

23. ગુજરાત રાજ્યના 2020-2021ના અંદાજપત્ર (Budget)માં સૌથી વધારે ફાળવણી કયા ક્ષેત્રને ફાળવવામાં આવે છે ?

A. ઉર્જા ક્ષેત્ર

B. શિક્ષણ, રમતગમત, કલા

C. સ્વાસ્થ અને કુટુમ્બ કલ્યાણ

D. ઉદ્યોગ વિભાગ

Answer: (B) શિક્ષણ, રમતગમત, કલા

24. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

A. રાજ્ય સરકારે 2009માં ગુણોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો.

B. પ્રાથમિક વિભાગ (ધોરણ I -V) માં ડ્રોપ આઉટ (અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનાર) દર એ 1999-2000માં 22.30 પ્રતિશત હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થઈને 2018-19માં તે 1.40 પ્રતિશત થયેલ છે.

C. (A) તથા (B) બંને

D. (A) અથવા (B) એકપણ નહીં

Answer: (C) (A) તથા (B) બંને