9. ભારતમાં બિન નિવાસી બાહ્ય ખાતુ (Non Resident External (NRE) Account) શરૂ કરવા બાબતે નીચેના પૈકી શું સાચું છે ? (ADVT 10/CLASS-1)
1. 1. NRE ખાતું એ NRIs અને OCBs (Overseas Corporate Bodies) દ્વારા તમામ પ્રકારના માંગ (demand) અને મુદત થાપણ (term deposits) ના સ્વરૂપમાં અધિકૃત ડીલર અને બેંક સાથે ખોલાવી શકાશે.
2. 2. આ ખાતામાં થાપણો (deposits) એ કોઈપણ ચલણમાં કરાવી શકાશે.
A. માત્ર 1
B. માત્ર 2
C. 1 અને 2 બંને
D. 1 અથવા 2 બંને પૈકી એકપણ નહીં
10. નીચેના પૈકી કયો કર એ 2018-19ના નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં રાજ્યકર આવકમાં બીજા ક્રમનો સૌથી મોટો ઘટક હતો? (GAS, Class-1, GCS, Class-1 & Class-2 & GMCOS, Class-2)
A. વાહન વેરો
B. વેચાણ વેરો અને VAT
C. રાજ્ય GST
D. નૌંધણી (registration) ફી
Answer: (B) વેચાણ વેરો અને VAT
11. ગુજરાતના અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે?
A. 2018-19 દરમ્યાન ઘણા ઉદ્યોગો બંધ ધવાને કારણે ગુજરાતમાં ઊંચી બેરોજગારી છે.
B. ગુજરાત રાજ્ય એ કૌશલ્ય/શિક્ષિત વર્ગમાં બેરોજગારી દર ઊંચો ધરાવે છે, પરંતુ કૃષિમાં બેરોજગારી દર નીચો છે.
C. ભારતના બીજા રાજ્યોમાંથી ઊંચા સ્થળાતંરને કારણે ગુજરાતમાં બેરોજગારનો દર ઊંચો છે.
D. ભારતના બધા રાજયોમાં ગુજરાત એ ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું એક છે.
Answer: (D) ભારતના બધા રાજયોમાં ગુજરાત એ ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાંનું એક છે.
12. ગુજરાતના સને 2020-21 ના બજેટમાં કયા સેક્ટરમાં અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે ખર્ચનો અંદાજ કરવામાં આવેલ છે?
A. ઉર્જા અને વાહનવ્યવહાર
B. શિક્ષણ અને ઉર્જા
C. ખેતી અને ગ્રામ વિકાસ
D. શિક્ષણ અને પાણી પૂરવઠો, સ્વચ્છતા, શહેરી વિકાસ વગેરે
Answer: (D) શિક્ષણ અને પાણી પૂરવઠો, સ્વચ્છતા, શહેરી વિકાસ વગેરે
13. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી “Anna Brahma Scheme” બાબતે નીચેના પૈકી કયું વિધાન ! કયા વિધાનો સત્ય છે?
A. આ યોજના એ રાજયમાં COVID-19 ના લોકડાઉન દરમ્યાન અન્ય રાજ્યોના ફસાઈ ગયેલા પરપ્રાંતીય સ્થળાંતરીત શ્રમિકો માટે છે.
B. આ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારક ન હોય તેવા સ્થળાંતરીત શ્રમિકો અનાજ અને અન્ય ખાદ્યચીજો સંપૂર્ણતઃ નિઃશુલ્ક મેળવશે.
C. (A) તથા (B) બંને
D. (A) અથવા (B) એકપણ નહીં
Answer: (C) (A) તથા (B) બંને
14. વર્ષ 2018માં ગુણોત્સવની........મી આવૃત્તિ શરૂ થઈ.
A. 8મી આવૃત્તિ
B. 9મી આવૃત્તિ
C. 10મી આવૃત્તિ
D. 7મી આવૃત્તિ
15. સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. i. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતા માટે છે.
2. ii. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે.
3. iii. આ યોજનાનો ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.
A. ફક્ત i અને iii
B. ફક્ત ii અને iii
C. ફક્ત i
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
Answer: (A) ફક્ત i અને iii
16. નીચેના પૈકી કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા ફૂડ સીક્યોરીટી એક્ટ-2013 હેઠળ શરૂ કરવામાં આવી?
A. બાલિકા માતૃ ફૂડ યોજના
B. મા અન્નપૂર્ણા યોજના
C. અંત્યોદય અન્ન ભંડાર યોજના
D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Answer: (B) મા અન્નપૂર્ણા યોજના