Exam Questions

1. ગુજરાતના અર્થતંત્રમાં કયું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?

A. પ્રાથમિક

B. દ્વિતીય

C. તૃતીય

D. ઉપરના બધા જ સરખો ફાળો આપે છે

Answer: (B) દ્વિતીય

2. ગુજરાતમાં સરકારી યોજનાઓ અંગે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે? (GAS 20/22-23)

1. 1. વિદ્યા દીપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આકસ્મિક મૃત્યુ માટે વીમા કવરેજ આપવામાં આવે છે.

2. 2. વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના દ્વારા વાલીઓને તેમની છોકરીને શાળાએ મોકલવા અને ઓછામાં ઓછું પ્રાથમિક સ્તર સુધીનું શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

3. 3. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ, માનનીય મુખ્યમંત્રી દ્વારા મળેલી ભેટોની જાહેર હરાજી દ્વારા ભંડોળ ઊભું કરવામાં આવે છે.

A. માત્ર 1 અને 2

B. માત્ર 2 અને 3

C. માત્ર 3

D. 1, 2 અને 3

Answer: (B) માત્ર 2 અને 3

3. નીચેનામાંથી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (GAS 30/ 21-22)

A. 2020-21 દરમિયાન ગુજરાતમાં ચોખાના ઉત્પાદનમાં હકારાત્મક વૃધ્ધિ જોવા મળી હતી.

B. 2019-20 દરમિયાન ગુજરાતના વાસ્તવિક કુલ રાજ્ય મૂલ્ય વર્ધન (GSVA)માં કૃષિ ક્ષેત્રનો ફાળો 10.8% હતો.

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

4. નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે? (GAS 30/ 21-22)

1. 1. 2019-20 દરમિયાન ગુજરાતની વાસ્તવિક માથાદીઠ આવક ભારતની રૂપિયા 94,566 ની સરખામણીમાં રૂપિયા 1,65,359 હતી.

2. 2. ભારતનું લગભગ 23% ઔદ્યોગિક ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

3. 3. 2019-20 દરમિયાન ગુજરાતના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)માં દ્વિતિયક ક્ષેત્રનો હિસ્સો 44.5% હતો.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 अने 3

Answer: (B) ફક્ત 1 અને 3

5. “કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે? (GAS 26/20-21)

A. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા પાંચ વર્ષની વયથી નાના બાળકોની તપાસ કરવામાં આવે છે.

B. કુપોષણના સ્તરને નાબુદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.

C. (A) અને (B) બન્ને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બન્ને

6. અન્ન ત્રિવેણી યોજના હેઠળ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે. (GAS 26/20-21)

A. ક્ષતિગ્રસ્ત દૃષ્ટિવાળાં વિદ્યાર્થીઓ

B. ક્ષતિગ્રસ્ત દૃષ્ટિવાળાં વિદ્યાર્થીઓ

C. આદિજાતિ છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ

D. ઉપરોક્ત તમામ

Answer: (C) આદિજાતિ છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ

7. નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો(GAS 30/ 21-22)

1. 1. આઇ એમ. એફ (IMF) - a) વિશ્વ બેંક જૂથ

2. 2.આઈ.બી.આર.ડી. (IBRD) - b) સંયુક્ત રાષ્ટ્રની સ્વાયત્ત સંસ્થા

3. 3. ન્યુ ડેવલપમેન્ટ બેંક - c) જાપાન સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

4. 4. એશિયન ડેવલપમેન્ટ બેંક - d) શાંઘાઇ, 2015

A. 1-a, 2b, 3-c, 4-d

B. 1-b, 2a, 3-d, 4 - c

C. 1-c, 2d, 3-a, 4 – b

D. 1d, 2b, 3-c, 4-a

Answer: (B) 1-b, 2a, 3-d, 4 - c

8. નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી? (GAS 26/20-21)

A. વિદેશી ચલણ સંપતિ (Foreign currency assets)

B. સોનાની અનામત (Gold reserves)

C. ખાસ ઉપાડ અધિકારો (Special Drawing Rights)

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં