17. ભારતને પરમાણુ પૂરા પાડનારા જૂથ (Nuclear Suppliers Group) (NSG) તરફથી મળેલ મુક્તિનું મહત્ત્વ શું છે? (GAS/26 20-21)
A. ભારત તેના પોતાના પરમાણુ રીએક્ટર ડીઝાઈન કરી શકે.
B. ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.
C. ભારત બીજા દેશોને ઈંધણ પૂરું પાડી શકે.
D. ભારત પરમાણુ પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડી શકે.
Answer: (B) ભારત આંતરરાષ્ટ્રીય પરમાણુ વ્યાપાર કરી શકે.
18. પરમાણુ સંગઠન (Nuclear fusion) માં જ્યારે મોટા પરમાણુના નિર્માણ માટે પરમાણુઓ જોડાય છે અથવા મિશ્રિત થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. આ રીતે સૂર્યએ ઊર્જાનું ઉત્પાદન કરે છે.
1. પરમાણુ વિખંડન (Nuclear fission) માં પરમાણુઓ નાના પરમાણુઓના નિર્માણ માટે વિભાજીત થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે. પરમાણ્વીય ઊર્જા મથકો એ વીજળી ઉત્પાદન માટે પરમાણુ વિખંડનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. ઉપરના વિધાનો ચકાસો.
(GAS 20/22-23)
A. માત્ર 1 સાચું છે.
B. માત્ર 2 સાચું છે.
C. 1 તથા 2 બંને સાચા છે
D. 1 તથા 2 બંને સાચા નથી
Answer: (C) 1 તથા 2 બંને સાચા છે
19. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે? (ADVT 10/CLASS-1)
1. રીએક્ટર કોરમાં, જ્યારે યુરેનિયમ-235 તીવ્ર ગતિ ધરાવતાં ન્યુટ્રોન સાથે ટકરાય છે, ત્યારે તેનું હળવા તત્ત્વોમાં વિભાજન થાય છે.
2. ચેઈન રીએક્ટરની પ્રક્રિયા પેટ્રોલ કે ડિઝલ જેવા મોડરેટરની ઉપસ્થિતિ પર નિર્ભર હોય છે.
3.
સિરામિક યુરેનિયમ ઓક્સાઈડરૂપી બળતણની હજારો નાનકડી ટીકડીઓથી રીએક્ટરની કોર બને છે.
A. માત્ર 1 અને 3
B. માત્ર 2 અને 3
C. 1, 2 અને 3
D. માત્ર 1 અને 2
Answer: (A) માત્ર 1 અને 3
20. Chernobyl પરમાણુ મથક ક્યાં સ્થિત છે? -(DYSO/10 22-23)
A. રશિયા(Russia)
B. યુક્રેન (Ukraine)
C. બેલારસ (Belarus)
D. જ્યોર્જિયા (Georgia)
Answer: (B) યુક્રેન (Ukraine)
21. ભારતનું સૌ પ્રથમ આણ્વિક ઊર્જા મથક કયું છે? (DYSO/10 22-23)
A. કાકરાપાર આણ્વિક ઊર્જા મથક
B. મદ્રાસ આણ્વિક ઊર્જા મથક
C. રાજસ્થાન આણ્વિક ઊર્જા મથક
D. તારાપુર ઊર્જા મથક
Answer: (D) તારાપુર ઊર્જા મથક
22. અણુ વિસ્ફોટમાં પ્રચંડ ઉર્જા છોડવામાં આવે છે. તેનું કારણ શું છે? (DYSO/42 23-24)
A. યાંત્રિક ઉર્જાનું ગરમી ઉર્જામાં રૂપાંતર
B. રાસાયણિક ઉર્જાનું ગરમીમાં રૂપાંતર
C. સમુહનું ઉર્જામાં રૂપાંતર
D. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર
Answer: (C) સમુહનું ઉર્જામાં રૂપાંતર
23. Non-Proliferation Treaty (બિન-પ્રસાર સંધિ) હેઠળ પરમાણુ શસ્ત્ર રાજ્યો કેટલાં છે? (DYSO/10 22-23)
24. ભારતે નીચેના પૈકી કઈ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? (ADVT 22/ ACOU OFF/22-23)
A. પરમાણુ અપ્રસાર સંધિ (ન્યુક્લિયર નોન-પ્રોલીફેરેશન ટ્રીટી) (NPT)
B. વ્યાપક પરીક્ષણ પ્રતિબંધ સંધિ (કોમ્પ્રીહેન્સીવ ટેસ્ટ બાન ટ્રીટી) (CTBT)
C. આંશિક પરીક્ષમ પ્રતિબંધ સંધિ (પાર્શીયલ ટેસ્ટ બાન ટ્રીટી) (PTBT)
D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer: (C) આંશિક પરીક્ષમ પ્રતિબંધ સંધિ (પાર્શીયલ ટેસ્ટ બાન ટ્રીટી) (PTBT)