Exam Questions

9. ભારતની પરમાણુ શસ્ત્રો નીતિ અંગે કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (ADVT 22/ ACOU OFF/22-23)

1. ભારત પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે.

2. ભારત બિન-પરમાણુ હથિયાર ધરાવતા દેશો સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર II સાચું છે

C. I અને II બંને સાચાં છે

D. I અને II બંને ખોટાં છે

Answer: (C) I અને II બંને સાચાં છે

10. નીચેના પૈકી કયા કારણોસર ભારત NPTને ભેદભાવપૂર્ણ સંધિ ગણે છે? (ADVT 22/ ACOU OFF/22-23)

A. પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે સમય સીમા અને ચકાસી શકાય તેવી પ્રતિબધ્ધતાનો ઉલ્લેખ નથી.

B. પરમાણુ શસ્ત્રો P-5 દેશોના વિશેષાધિકાર બની ગયા છે.

C. આ સંધિમાં જાન્યુઆરી 1, 1967 પહેલાં જે દેશોએ પરમાણુ શસ્ત્રોનો વિસ્ફોટ કર્યો હતો, તેમને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો તરીકે મનસ્વી રીતે ગણવામાં આવ્યા હતા.

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

11. નીચેના પૈકી કયા કારણોસર ભારત NPTને ભેદભાવપૂર્ણ સંધિ ગણે છે? (ADVT 22/ ACOU OFF/22-23)

A. પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે સમય સીમા અને ચકાસી શકાય તેવી પ્રતિબધ્ધતાનો ઉલ્લેખ નથી.

B. પરમાણુ શસ્ત્રો P-5 દેશોના વિશેષાધિકાર બની ગયા છે.

C. આ સંધિમાં જાન્યુઆરી 1, 1967 પહેલાં જે દેશોએ પરમાણુ શસ્ત્રોનો વિસ્ફોટ કર્યો હતો, તેમને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો તરીકે મનસ્વી રીતે ગણવામાં આવ્યા હતા.

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ

12. ભારતની નાગરિક પરમાણુ સુવિધાઓને ભૌતિક-સુરક્ષા પૂરી પાડવા માટે કઈ સુરક્ષા એજન્સી જવાબદાર છે? (ADVT 22/ ACOU OFF/22-23)

A. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીક્યોરીટી ફોર્સ (CISF)

B. ઈન્ડો-તિબેટન બોર્ડ પોલીસ (ITBP)

C. બોર્ડર સીક્યોરીટી ફોર્સ (BSF)

D. નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી (NIA)

Answer: (A) સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીક્યોરીટી ફોર્સ (CISF)

13. ભારે પાણી (હેવી વોટર) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. હેવી વોટર કુદરતી રીતે બને છે અથવા તે ઈલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા મારફતે બનાવવામાં આવે છે.

2. શુધ્ધ હેવી વોટર કિરણોત્સર્ગી (રેડીયોએક્ટીવ) છે.

3. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં હેવી વોટર કુલન્ટ (coolant) તરીકે વપરાય છે.

4. ભલે ફુગ અને બેક્ટેરિયા 100% હેવી વોટરનો ઉપયોગ કરી જીવિત રહી શકે છે, પરંતુ માનવ દ્વારા હેવી વોટરનું સેવન વંધ્યીકરણ (sterilisation)નું કારણ બની શકે છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1, 2 અને 4

D. ફક્ત 1, 3 અને 4

Answer: (D) ફક્ત 1, 3 અને 4

14. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા અપનાવવામાં આવેલ ‘“ટ્રીટી એન્ડ પ્રોહિબીશન ઓફ ન્યુક્લિયર વેપન્સ" (TPNW) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? (GAS/26 20-21)

1. આ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં અપનાવવામાં આવેલ અને તે 22મી જાન્યુઆરી, 2021થી અમલમાં આવ્યું.

2. સમજૂતી ઉપર સહી કરનારાં પરમાણુ શસ્ત્રોના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન, સંગ્રહ, હસ્તાંતરણ કે તેના ઉપયોગ કરવાથી પ્રતિબંધીત છે.

3. યુ.એસ.એ., રશિયા, બ્રિટન, ચીન અને ફ્રાન્સે સમજૂતી ઉપર સહી કરી છે.

4. ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરીયાએ સમજૂતી ઉપર સહી કરી નથી.

A. I, II, III અને IV

B. ફક્ત I, II અને IV

C. ફક્ત II, III અને IV

D. ફક્ત I, II અને III

Answer: (B) ફક્ત I, II અને IV

15. ભારતના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરીટી (NCA)ના નિર્દેશોનું સંચાલન કઈ સંસ્થાને સોંપવામાં આવ્યું છે? (ADVT 22/ ACOU OFF/22-23)

A. આણ્વીક ઊર્જા વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનજી) (DAE)

B. ભાભા અણુ સંશોધન સંસ્થા (ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર) (BARC)

C. ભારતીય સેના

D. સ્ટેટેજીક (વ્યૂહાત્મક) ફોર્મ કમાન્ડ (SFC)

Answer: (D) સ્ટેટેજીક (વ્યૂહાત્મક) ફોર્મ કમાન્ડ (SFC)

16. યુરેનિયમના બે આઈસોટોપ 2350 અને 238U ....... ધરાવે છે. (GAS/30 21-22)

1. સરખી સંખ્યામાં પ્રોટોન

2. સરખી સંખ્યામાં ન્યૂટ્રોન

3. દરેકમાં 92 પ્રોટોન

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 3