Exam Questions

1. પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (ADVT/139 20-21)

1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે.

2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે.

3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે.

4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે.

A. ફક્ત 1, 2 અને 4

B. ફક્ત 1, 2 અને 3

C. ફક્ત 3 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) ફક્ત 1, 2 અને 4

2. હાઈડ્રોજન બોંબ..........ના સિદ્ધાંત ઉપર આધારિત છે. (ADVT 25/DEP MEC ENG/22-23)

A. નિયંત્રિત સંલયન (fusion) પ્રતિક્રિયા

B. અનિયંત્રિત સંલયન (fusion) પ્રતિક્રિયા

C. નિયંત્રિત વિખંડન (fission) પ્રતિક્રિયા

D. અનિયંત્રિત વિખંડન (fission) પ્રતિક્રિયા

Answer: (B) અનિયંત્રિત સંલયન (fusion) પ્રતિક્રિયા

3. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAFA)નું વડુ મથક ક્યાં આવેલું છે? (ADVT 17/ SCI OFF/22-23)

A. વિયેના

B. જિનિવા

C. લંડન

D. પેરિસ

Answer: (A) વિયેના

4. ભારતે વર્ષ 1988માં કયા દેશ સાથે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ ઉપરના હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? (ADVT 22/ ACOU OFF/22-23)

A. USA

B. ચીન

C. પાકિસ્તાન

D. રશિયા

Answer: (C) પાકિસ્તાન

5. ભારતમાં નાગરિક પરમાણુ રીએક્ટરના નિયમનકારી અને સલામતી કાર્યો કરવા માટે 1983માં ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? (ADVT 22/ ACOU OFF/22-23)

A. ન્યુક્લીયર પાવર કોર્પોરેશન લિમિટેડ (NPCIL)

B. એટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)

C. ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE)

D. ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC)

Answer: (B) એટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)

6. Henry J. Hyde અધિનિયમ 2006 કયા દ્વિપક્ષીય સહકાર સાથે સંબંધિત છે? (ADVT 22/ ACOU OFF/22-23)

A. ભારત-રશિયા નાગરિક પરમાણુ સહકાર

B. USA-ભારત નાગરિક પરમાણુ સહકાર

C. ભારત-જાપાન નાગરિક પરમાણુ સહકાર

D. ભારત-ઓસ્ટ્રેલિયા નાગરિક પરમાણુ સહકાર

Answer: (B) USA-ભારત નાગરિક પરમાણુ સહકાર

7. UN સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણ પરના ત્રીજા વિશેષ સત્રમાં કયા ભારતીય વડાપ્રધાને પરમાણુ-શસ્ત્રો મુક્ત અને અહિંસક વિશ્વ વ્યવસ્થા માટે એક્શન પ્લાનનો પ્રસ્તાવ મુક્યો હતો? (ADVT 22/ ACOU OFF/22-23)

A. જવાહરલાલ નહેરુ

B. ઈન્દિરે ગાંધી

C. રાજીવ ગાંધી

D. આઈ. કે. ગુજરાલ

Answer: (C) રાજીવ ગાંધી

8. ભારતનો ડ્રાફ્ટ પરમાણુ સિધ્ધાંત સૂચવે છે. (ADVT 22/ ACOU OFF/22-23)

A. વિશ્વસનીય ન્યૂનતમ પરમાણુ અવરોધ.

B. આક્રમકનો અસ્વીકાર્ય નુકસાન પહોંચાડવા પરમાણુશસ્ત્રો સાથે શિક્ષાત્મક બદલો.

C. વૈશ્વિક, ચકાસી શકાય તેવું અને બિન-ભેદભાવપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ

D. ઉપરોક્ત તમામ

Answer: (D) ઉપરોક્ત તમામ