Exam Questions

1. 'તેરા' હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે? (STI ADVT 139/20-21)

A. સાબરકાંઠા

B. કચ્છ

C. પાટણ

D. સુરેન્દ્રનગર

Answer: (B) કચ્છ

2. વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.(advt 47/23-24)

1. 1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.

2. 2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2માંથી એક પણ નહીં

Answer: (C) 1 તથા 2 બંને

3. શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ સારું વગાડતો. (STI ADVT 139/20-21)

A. એકતારો

B. રાવણહથ્થો

C. સુરંદો

D. જંતર

Answer: (D) જંતર

4. ગુજરાતના ટાંગલીયા કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

1. 1. ટાંગલીયા વણાટને દાણાવણાટ પણ કહેવામાં આવે છે.

2. 2. કચ્છ જિલ્લામાં તેનું કામ પ્રખ્યાત રીતે થાય છે.

3. 3. તેનું કામ મુખ્યત્વે ડાંગસીયા સમુદાય દ્વારા કરવામાં આવે છે.

A. ફક્ત 1 અને 3

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 3

5. ગુજરાતના લોકસમુદાયના વિશિષ્ટ ઉત્સવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. 1. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે “આંબલી કાઢવી'ની રમતો રમે છે.

2. 2. દિવાસો તહેવાર શ્રાવણ સુદ સાતમના રોજ દક્ષિણ ગુજરાતમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે.

3. 3. સામા પાંચમના દિવસે ખેડ્યા વિના ઉગાડેલું અનાજ ખાવાનો મહિમા છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (B) ફક્ત 1 અને 3

6. સુરતનો ઝરી-સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે?

A. મૌર્ય

B. ગુપ્ત

C. મુઘલ

D. સલ્તનત

Answer: (C) મુઘલ

7. આસામમાં આદિવાસી ઉત્સવ બિહૂની ઉજવણી ખાસ પ્રકારે થાય છે. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

1. 1. આસામમાં ત્રણ પ્રકારના બિહૂ ઉજવાય છે.

2. 2. વસંત ઋતુનું આગમન અને ખેતીની રોપણી રોંગાલિ બિહૂની વિશિષ્ટતા છે.

3. 3. બિહુ એ આસામના નવા વર્ષની ઉજવણીનો ઉત્સવ છે.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (D) 1, 2 અને 3

8. ભારતીય પરંપરામાં ઘેર ઘેર પૂજાતા “ઉંબર'ને શાનું પ્રતિક માનવામાં આવે છે ?

A. નરસિંહ ભગવાનનું સિંહાસન

B. ગણપતિનું આસન

C. આદ્યશક્તિનું ત્રિશૂળ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) નરસિંહ ભગવાનનું સિંહાસન