Exam Questions

17. જોડકાં જોડો.

1. 1. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિ - A રોબડાટી છે

2. II. ડાંગી આદિવાસી નૃત્ય - b. હાળીપ્રથા

3. III. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક-સામાજીક વ્યવસ્થા - c. ખંધાડ

4. IV. વાંસની ગાંઠવાળું તીર - d. ભાયા

A. I-d, II c, III - b, IV-a

B. I-d, II - c, III-a, IV - b

C. I-a, II - b, III - c, IV - d

D. I-a, II - b, III - d, IV – c

Answer: (A) I-d, II c, III - b, IV-a

18. હોળીના દિવસે “આંબલી કાઢવી”ની રમતો કોણ રમે છે?

1. 1. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો

2. 2. પંચમહાલના આદિવાસીઓ

3. 3. સૌરાષ્ટ્રની મેર પ્રજા

A. ફક્ત 1

B. ફક્ત 2

C. ફક્ત 3

D. ફક્ત 2 અને 3

Answer: (A) ફક્ત 1

19. ગુજરાતના જનજાતિય નૃત્ય “કાકડા નૃત્ય” બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

A. આ નૃત્ય ડાંગના આદિવાસીઓ અને ખાખરિયા ઠાકોરો કરે છે.

B. બાળકને બળિયા નીકળે ત્યારે હોરામણા વિધિ માટે મંદિરે આ નૃત્ય કરે છે.

C. હોલિકામાતાની પૂજાઅર્ચના માટે આ નૃત્ય કરવામાં આવે છે.

D. વાદ્યો અને હાકોટા સાથે આદિવાસી સમુદાય આ નૃત્ય કરે છે.

Answer: (B) બાળકને બળિયા નીકળે ત્યારે હોરામણા વિધિ માટે મંદિરે આ નૃત્ય કરે છે.

20. કયા તહેવાર સમયે 'ડાંગ દરબાર' યોજાય છે?

A. હોળી

B. ગોકુળ આઠમ

C. દિવાળી

D. રક્ષા બંધન

Answer: (A) હોળી

21. આદિવાસીઓનો એક વિસ્તૃત પટ સમગ્ર ભારતના ઘણા બધા ભાગોમાંથી પસાર થાય છે. આ જનજાતિય જૂથોનાં નૃત્યોનું વર્ગીકરણ માનવશાસ્ત્રીય, જાતિય અને પ્રજાતિય તત્ત્વોના આધારે કરી શકાય. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

1. 1. વ્યક્તિગતરૂપે અને સામૂહિક રીતે આદિવાસીઓના રોજિંદા કાર્યો અને અનુભવો સાથે સંકળાયેલી એ અભિવ્યક્તિ હોય છે.

2. 2. ભૌગોલિક પરિવેશ એનું અનિવાર્ય ઘટક છે.

3. 3. તેમનાં નૃત્ય અને સંગીત શાસ્ત્રીય શૈલીનાં ઉદાહરણો બને છે.

A. ફક્ત 1

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 2 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1

22. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતાં ગણેશની શિલ્પકૃતિ જોવા મળે છે ?

A. શામળાજી

B. કોટયર્ક

C. ટિંટોઈ

D. કલ્થલાલ (Kalthalal)

Answer: (C) ટિંટોઈ

23. વારલી (Warli) રંગચિત્ર વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. 1. વારલી રંગચિત્ર નામ મહારાષ્ટ્ર અને ગુજરાતના દૂરસ્થ આદિજાતી પ્રદેશોમાં વસવાટ કરતી એક નાની જનજાતિ ઉપરથી પડયું છે.

2. 2. આ રંગચિત્રો મોટેભાગે મહિલાઓ દ્વારા શુભ પ્રસંગની ઉજવણીમાં તેઓની દિન ચર્યાના ભાગરૂપે તૈયાર કરવામાં આવે છે.

3. 3. લગ્ન વારલી રંગચિત્રોની સૌથી વધુ પુનરાવર્તિત થતી વિષયવસ્તુ (theme) છે.

4. ઉપરના પૈકી ક્યાં વિધાનો સત્ય છે?

A. 1, 2

B. 1, 3

C. 2, 3

D. 1, 2, 3

Answer: (D) 1, 2, 3

24. ભવાઈના કયા પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિન્હ નાટક દિગ્દર્શિત કરેલું?

A. જસમા ઓડણ

B. પૈસો બોલે છે

C. મેના ગુર્જરી

D. સંતુ રંગીલી

Answer: (C) મેના ગુર્જરી