Exam Questions

9. ભારતના કયા રાજ્ય એ પવન ઊર્જા નિર્માણ ક્ષમતા સ્થાપિત કરી છે? (GAS 20/22-23)

A. તમિલનાડુ

B. ગુજરાત

C. મહારાષ્ટ્ર

D. રાજસ્થાન

Answer: (A) તમિલનાડુ

10. નીચેના પૈકી કયા ઊર્જા પ્લાન્ટ માટે સૌથી વધુ પ્રારંભિક ખર્ચ અને સૌથી ઓછો ઇંધણ પરિવહનનો ખર્ચ જરૂરી છે? (DYSO/10 22-23)

A. ડીઝલ ઉર્જા પ્લાન્ટ (Diesel Power Plant)

B. વરાળ ઉર્જા પ્લાન્ટ (Steam Power Plant)

C. પરમાણુ ઉર્જા પ્લાન્ટ (Nuclear Power Plant)

D. જળવિદ્યુત ઉર્જા પ્લાન્ટ (Hydroelectric Power Plant)

Answer: (C) પરમાણુ ઉર્જા પ્લાન્ટ (Nuclear Power Plant)

11. નીચેના પૈકી કયો અધિનિયમ ભારતમાં અણુઊર્જા કાર્યક્રમ અને આયનીકરણ વિકિરણના ઉપયોગને લગતી તમામ પદ્ધતિઓ માટે મૂળભૂત નિયમનકારી માળખું પૂરું પાડે છે ?

A. વૈજ્ઞાનિક નીતિ ખરડો 1958 (Scientific Policy Resolution (SPR), 1958

B. અણુઉર્જા અધિનિયમ, 1962 (The Atomic Energy Act, 1962)

C. પરમાણુ ક્ષતિ માટે નાગરિક દાયિત્વ અધિનિયમ, 2010 (The Civil Liability for Nuclear 2010) Damage Act,

D. વિજ્ઞાન,તકનીકી અને નવીનીકરણ નીતિ ,2013 (The Science, Technology and Innovation Policy, 2013)

Answer: (B) અણુઉર્જા અધિનિયમ, 1962 (The Atomic Energy Act, 1962)

12. શહેરી ગરમી ટાપુઓ (Urban heat island) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. જ્યારે શહેરની અંદરના અમુક વિસ્તારો, તે જ દિવસે આસપાસના વિસ્તારો કરતાં વધુ ગરમી અનુભવે છે ત્યારે શહેરી ગરમી ટાપુઓ અનુભવ થાય છે.

2. તે સ્થાનિક અને અલ્પકાલીન ઘટના છે.

3. બે માળની ઈમારતને બદલે બહુમાળી ઈમારતોનું બાંધકામ શહેરી ગરમીના ટાપુને ઘટાડવામાં મદદ કરે છે.

4. ઉપરના પૈકી કયું વિધાન | કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. 1, 2

C. 1, 3

D. 1, 2, 3

Answer: (B) 1, 2

13. ભૂઉષ્મીય ઊર્જા (Geothermal Energy)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. વીજળી પેદા કરતી વખતે ભૂઉષ્મીય પ્લાન્ટ કોઈ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફરના સંયોજનો મુક્ત કરતાં નથી.

2. ભૂઉષ્મીય પાવર પ્લાન્ટ, ભૂઉષ્મીય ભંડારોમાં સામાન્ય રીતે જોવા મળતા હાઈડ્રોજન સલ્ફાઈડને દૂર કરવા માટે સ્ક્રબર્સનો ઉપયોગ કરે છે.

3. ભૂઉષ્મીય પાવર પ્લાન્ટ વીજળી પેદા કરવા માટે બળતણ (ઇંધણ)નું દહન કરતા નથી.

A. ફક્ત 2 અને 3

B. ફક્ત 1 અને 3

C. ફક્ત 1 અને 2

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 2 અને 3

14. મોઢેરા-આપણા દેશનું સૌ પ્રથમ 24×7 સૌર ઊર્જા આધારિત ગામ એ... (GAS 20/22-23)

1. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સ્થિત છે.

2. ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 80 કિ.મી.ના અંતરે સ્થિત છે.

3. પુષ્પાવતી નદીના કિનારે સ્થિત છે.

4. સાબરમતી નદીના કિનારે સ્થિત છે. કોડનો ઉપયોગ કરી સાચો ઉત્તર આપો.

A. 1 અને 2

B. 1, 2, 3 અને 4

C. 1, 2 અને 3

D. 1 અને 3

Answer: (C) 1, 2 અને 3