Exam Questions

1. નીચે આપેલા વિધાનો ચકાસો. (GAS/47 23-24)

1. COP26 ખાતે વડાપ્રધાનની જાહેરાતને અનુરૂપ, નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય, વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિગત સ્ત્રોતોમાંથી 500 GW સ્થાપિત વીજળીની ક્ષમતા હાંસલ કરવા માટે કાર્યરત છે.

2. ભારત પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપિત ક્ષમતામાં (વિશાળ હાઈડ્રો સહિત) વૈશ્વિક સ્તરે બીજા ક્રમે, પવન ઊર્જા ક્ષમતામાં બીજા ક્રમે અને સૌર ઊર્જા ક્ષમતામાં 24મું સ્થાન ધરાવે છે.

3. સાચો ઉત્તર કોડ પસંદ કરો

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચાં છે.

D. 1 તથા 2 બંને સાચા નથી.

Answer: (A) માત્ર 1 સાચું છે.

2. નીચે આપેલા વિધાનો ચકાસો. (GAS/47 23-24)

1. સૂર્યમંદિર અને મોઢેરાનગરનું સૌરીકરણઃ ગુજરાત તા. 9-10-2022ના રોજ વડાપ્રધાને ભારતનું પ્રથમ બેટરી સ્ટોરેજ અને સૌરઊર્જા આધારિત “સૂર્યગ્રામ”“મોઢેરા”, રાષ્ટ્રને સમર્પિત કર્યું.

2. રાષ્ટ્રીય જૈવ ઊર્જા કાર્યક્રમ: રાષ્ટ્રીય જૈવ ઊર્જા કાર્યક્રમનો તા. 2-11-2022ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો.

3. માનવ સંસાધન વિકાસ યોજના અંતર્ગત વાયુમિત્ર અને જળમિત્ર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ 2022 માં શરૂ કરવામાં આવ્યા.

4. PM-KUSUM યોજના : પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉથ્થાન મહાઅભિયાન (PM-KUSUM): ઉર્જા અને જળ સુરક્ષા પૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્રને ડી-ડીઝલાઈઝ કરવું અને સૌર ઊર્જાનું ઉત્પાદન કરીને ખેડૂતો માટે વધારાની આવક પણ ઉભી કરવી. સાચો ઉત્તર કોડ પસંદ કરો

A. 1, 2, 3 અને 4 તમામ સાચા છે.

B. 1, 2 અને 3 સાચા છે.

C. 2, 3 અને 4 સાચા છે.

D. 1,3 અને 4 સાચા છે.

Answer: (A) 1, 2, 3 અને 4 તમામ સાચા છે.

3. નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (Ministry of New and Renewable Energy)ની સૌર સ્ટડી લેમ્પ યોજનાનું (The Solar Study Lamp Scheme) અમલીકરણ દ્વારા થાય છે.

A. એનર્જી એફિશિયન્સી સર્વીસીઝ લિમિટેડ

B. ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મુંબઈ

C. (C) (A) અને (B) બન્ને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (A) અને (B) બન્ને

4. પરમાણુ ઊર્જા કાર્યક્રમના ત્રણ તબક્કાઓમાં નીચેના પૈકી કયું વિધાન ખોટો તબક્કો છે? (GAS/30 21-22)

A. પ્રથમ તબક્કો દબાણયુક્ત હેવી વોટર રીએક્ટરનો સમાવેશ કરે છે.

B. બીજો તબક્કો ઝડપી બ્રીડર રીએક્ટરોનો સમાવેશ કરે છે.

C. ત્રીજો તબક્કો થોરિયમ-યુરેનિયમ-233 ચક્રો ઉપર આધારિત છે.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

5. નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. પ્રાપ્ત થતી ઊર્જાની માત્રા નક્કી કરવા માટે અક્ષાંશ એક મહત્વપૂર્ણ પરિબળ છે.

2. વીજચુંબકીય (electromagnetic) સ્પેકટ્રમ ક્ષ-કિરણો, પ્રકાશ કિરણો અને રેડીયો તરંગોનો સમાવેશ કરે છે.

3. કિરણોત્સર્ગ એ માધ્યમ છે કે જેના દ્વારા સૂર્યનો તાપ (insolation) આપણાં સુધી પહોંચે છે.

4. ગરમી વાતાવરણમાં સંવહન (convection) દ્વારા સ્થાનાંતરિત થાય છે.

A. 1, 2, 3 અને 4

B. ફક્ત 1, 2 અને 4

C. ફક્ત 2 અને 3

D. ફક્ત 1, 2 અને 3

Answer: (A) 1, 2, 3 અને 4

6. વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. (GAS/30 21-22)

A. સૌર ઊર્જા

B. ગાજવીજ (Thunder) ઊર્જા

C. વિદ્યુત ઊર્જા

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) વિદ્યુત ઊર્જા

7. ભ્રમણકક્ષાઓ વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (GAS/26 20-21)

1. મધ્યવર્તી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ધ્રુવથી ધ્રુવ તરફ પૃથ્વીની ફરતે ફરે છે.

2. ભ્રમણકક્ષા પૂરી કરતા આશરે 99 મિનિટનો સમય લાગે છે.

3. ભ્રમણકક્ષાના અડધા ભાગ દરમ્યાન ઉપગ્રહ પૃથ્વીનો દિવસનો સમય અને રાતનો સમયનો ભાગ જુએ છે.

A. 1, 2 અને 3

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 3

D. માત્ર 1 અને 2

Answer: (D) માત્ર 1 અને 2

8. બનાસ બાયોગેસ પ્લાન્ટ ખાતે અંતીમ નીપજના ઉત્પાદનમાં નો સમાવેશ થાય છે. (GAS 20/22-23)

1. બાયો(CNG)

2. ઘન ખાતર

3. પ્રવાહી ખાતર

4. વર્મીવોશ કોડના આધારે સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 2

B. 1 અને 2

C. 1, 2 અને 4

D. 1, 2, 3 અને 4

Answer: (A) માત્ર 2