Exam Questions

9. સાયબર સુરક્ષા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS/47 23-24)

1. ટ્રોજન હોર્સનો ઉપયોગ બેકડોર (પાછલા દરવાજા) બનાવવા માટે થાય છે જેથી હેકરને સુરક્ષિત નેટવર્કનો પ્રવેશમાર્ગ (access) મળી શકે.

2. વાયરસથી વિપરીત, કોમ્પ્યુટર વોર્મ્સ એ દુષિત પ્રોગ્રામ છે, જે કાયદેસર ફાઈલ ઘુસણખોરી કરવાને બદલે પોતાની સિસ્ટમ થી સિસ્ટમમાં નકલ કરે છે.

3. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

A. માત્ર 1

B. માત્ર 2

C. 1 તથા 2 બંને

D. 1 અને 2માંથી એક પણ નહીં

Answer: (C) 1 તથા 2 બંને

10. નીચેના પૈકી કયો હેકીંગ (hacking) અભિગમ છે જેનાથી સાયબર ગુનેગારો છેતરપીંડી કરવા અથવા વધારાનો ટ્રાફીક (Traffic) મેળવવા માટે નકલી વેબસાઈટ્સ અથવા પૃષ્ઠો (Pages) ડિઝાઈન કરે છે? (GAS/47 23-24)

A. Pharming

B. Website-Duplication

C. Mimicking

D. Spamming

Answer: (A) Pharming

11. CERT-Im બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. CERT-In કોમ્પ્યુટર સુરક્ષાને લગતી ઘટનાઓ જ્યારે પણ બને ત્યારે તેનો જવાબ/પ્રતિક્રિયા આપવા માટેની રાષ્ટ્રીય નોડલ એજન્સી છે.

2. CERT-Im એ જાન્યુઆરી 2014થી કાર્યરત છે.

3. સાયબર સુરક્ષાને લગતી ઘટનાઓની આગાહી અને ચેતવણીઓ આપવી એ CERT-Inના કાર્યો પૈકીનું એક છે.

A. 1, 2 અને 3

B. ફક્ત 1 અને 2

C. ફક્ત 1 અને 3

D. ફક્ત 2 અને 3

Answer: (C) ફક્ત 1 અને 3

12. સાયબર સ્પેસ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 20/22-23)

1. સાયબર સ્પેસ એ લોકો, સોફ્ટવેર અને સેવાઓ વચ્ચેની આંતરક્રિયાઓથી બનેલું જટિલ પર્યાવરણ છે જેને માહિતી અને સંચાર તકનીકી (ICT) ઉપકરણો અને નેટવર્કના વિશ્વવ્યાપી વિતરણનું સમર્થન મળે છે.

2. સાયબર સીક્યોરીટી પોલીસીનો હેતુ સાયબર સીક્યોરીટી ફ્રેમવર્ક રચવાનો છે જે દેશની સાયબર સ્પેસની સુરક્ષા સ્થિતિને વધારવા માટે ચોક્કસ કાર્યવાહી અને કાર્યક્રમો તરફ દોરી જાય છે.

3. યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે.

D. 1 તથા 2 એક પણ સાચા નથી.

Answer: (C) 1 તથા 2 બંને સાચા છે.

13. સાયબર સુરક્ષિત ભારત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GAS 20/22-23)

1. ભારતમાં સાયબર સીક્યોરીટી ઈકોસીસ્ટમને મજબૂત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અને માનનીય વડાપ્રધાનની “ડીજીટલ ઈન્ડિયા' માટેની દૂરદર્શિતાને અનુરૂપ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Meity) એ રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ (NeGD) તથા ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સાયબર સુરક્ષિત ભારત પહેલ શરૂ કરી.

2. ઉપરોક્ત કાર્યક્રમ માટે તમામ રાજ્ય અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ એ લક્ષ્ય સમુદાય છે.

3. યોગ્ય કોડ પસંદ કરી ઉત્તર આપો.

A. માત્ર 1 સાચું છે.

B. માત્ર 2 સાચું છે.

C. 1 તથા 2 બંને સાચા છે.

D. 1 તથા 2 એક પણ સાચા નથી

Answer: (A) માત્ર 1 સાચું છે.