Exam Questions

1. વિવિધ Computing environments (કોમ્પ્યુટીંગ પરિસ્થિતિ) અને તેની applications (ઉપયોગ)ના સંદર્ભમાં નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

1. Cloud Computing (ક્લાઉડ કોમ્પ્યુટીંગ): AI આધારિત એપ્લીકેશન્સ માટે ડેટાસેટ તૈયાર કરવો.

2. Edge Computing (એજ કોમ્પ્યુટીંગ) : નગરપાલિકાનું ઘન કચરા વ્યવસ્થાપન

3. Fog Computing (ફોગ કોમ્પ્યુટિંગ) : સ્વાયત માધ્યમો (Autonomous Vehicles) ઉત્તર કોડ પસંદ કરો.

A. માત્ર 1

B. 1, 2

C. 1, 3

D. 1, 2, 3

Answer: (D) 1, 2, 3

2. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? (GAS/47 23-24)

1. N.K.N. नुं पूरं नाम New Knowledge Network .

2. MOOCs ઓફલાઈન અભ્યાસક્રમો છે

3. રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશન ભારત સરકારની પહેલ છે.

4. Param Shivay (પરમ શિવાય) સુપર કોમ્પ્યુટર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

A. માત્ર 3 અને 4

B. માત્ર 2 અને 3

C. માત્ર 1 અને 4

D. માત્ર 1 અને 2

Answer: (A) માત્ર 3 અને 4

3. ભારતના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સડ કોમ્પ્યુટીંગ (C-DAC) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GAS/30 21-22)

1. યુ.એસ.એ. દ્વારા સુપર કોમ્પ્યુટરની આયાતને નકારવાના સંદર્ભમાં C-DACની સ્થાપના સુપર કોમ્પ્યુટર બનાવવા માટે કરવામાં આવી હતી.

2. C-DAC એ ભારતીય ભાષા કોમ્પ્યુટીંગ સોલ્યુશન્સ બનાવવાની શરૂઆત GIST (ગ્રાફીક્સ એન્ડ ઈન્ટેલીજન્સ બેઝડ સ્ક્રીપ્ટ ટેકનોલોજી) જૂથની સ્થાપનાથી કરી.

3. આ સંસ્થા વર્ષ 1995માં શરૂ કરવામાં આવી હતી.

A. ફક્ત 1 અને 2

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1 અને 3

D. 1, 2 અને 3

Answer: (A) ફક્ત 1 અને 2

4. PARAM-Shivay બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/વિધાનો સાચું / સાચાં છે? (GAS/30 21-22)

A. “PARAM-Shivay” સુપર કોમ્પ્યુટરનું નિર્માણ નેશનલ સુપર કોમ્પ્યુટીંગ મિશન હેઠળ IIT-BHU (બનારસ હિંદુ યુનિવર્સીટી) ખાતે કરવામાં આવ્યું હતું.

B. આ કમ્પ્યુટર 833 ટેરાફલોપ (teraflop) ક્ષમતાનું છે.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

Answer: (C) (A) અને (B) બંને

5. ભારતમાં સ્વદેશ નિર્મિત પ્રથમ સબમરીન કઈ હતી? (ADVT 17/ SCI OFF/22-23)

A. INS ચક્ર

B. INS જલપરી

C. INS શાલ્કી

D. INS પ્રહાર

Answer: (C) INS શાલ્કી

6. ગુજરાત સરકારના ઈ-ગવર્નન્સ સોપાન (E-Governance steps): (GAS/47 23-24)

1. ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા સરકારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને VSAT આધારિત “Broadband” જોડાણ પૂરા પાડ્યા છે.

2. ગ્રામ્ય સ્તરે કોમ્પ્યુટર ઓપરેટર્સ નાગરિકોને સરકારી સેવાઓ પૂરી પાડી શકે તે માટે તમામ ગ્રામ પંચાયતોને કોમ્પ્યુટર, પ્રિન્ટર્સ અને અન્ય આવશ્યક હાર્ડવેર પૂરા પાડવામાં આવ્યા છે.

3. રાજ્ય સરકારે 6000 ગામડામાં કોમન સર્વિસ સેન્ટર (CSC) સ્થાપવાનું નક્કી કર્યું છે. રાજ્ય પોર્ટલ નાગરિકોની વિવિધ સેવાઓ માટેની વિનંતી સ્વીકારશે અને રાજ્યમાં બ્રોડબેન્ડથી જોડાયેલ ગ્રામ પંચાયતો / CSCs / સાયબર કાફે જેવી અગ્રીમ સંસ્થાઓ દ્વારા આ સેવાઓ પૂરી પાડશે.

4. ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?

A. 1 તથા 2

B. 2 તથા 3

C. 1 તથા 3

D. 1, 2 તથા 3

Answer: (D) 1, 2 તથા 3

7. નીચે બે વિધાનો આપેલ છે. (GAS/47 23-24)

1. વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપન-અધ્યયન કાર્યક્રમોના આયોજનમાં ICTનો ઉપયોગ શીખવાના પરિણામોને શ્રેષ્ઠ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

2. રચનાત્મક મૂલ્યાંકન અધ્યાપન-અધ્યયન સત્રોની ગુણવત્તા વધારવામાં મદદરૂપ થાય છે. ઉપરના વિધાનો ધ્યાનમાં રાખી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A. વિધાન 1 તથા વિધાન 2 બંને સાચા છે.

B. વિધાન 1 તથા વિધાન 2 બંને ખોટા છે.

C. વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.

D. વિધાન 1 ખોટું છે પરંતુ વિધાન 2 સાચું છે.

Answer: (B) વિધાન 1 તથા વિધાન 2 બંને ખોટા છે.

8. e-Taal શું છે? (GAS/30 21-22)

A. પંચાયત કક્ષાએ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટના બેંક વ્યવહારના આંકડાઓને પ્રસારિત કરવા માટેનું વેબ પોર્ટલ છે.

B. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ માટે ભંડોળની ફાળવણી લગત માહિતી પ્રસારિત કરવા માટેનું મોબાઈલ એપ છે.

C. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટના ઈ-ટ્રાન્ઝેક્શનના આંકડાઓને પ્રસારિત કરવા માટેનું વેબ પોર્ટલ છે.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટના ઈ-ટ્રાન્ઝેક્શનના આંકડાઓને પ્રસારિત કરવા માટેનું વેબ પોર્ટલ છે.