Exam Questions

1. બાળકોના હક્કો માટેની સંયુક્ત રાષ્ટ્રોની સભા દ્વારા જાહેર કર્યા પ્રમાણે નીચેના પૈકી કયા બાળકોના હક્કો છે ?

1. 1. હયાત/જીવતા રહેવાનો હક્ક

2. 2. રક્ષણનો હક્ક

3. 3. તેઓના વાલીઓ સાથેના સંબંધનો હક્ક

4. 4. વિકાસનો હક્ક

A. ફક્ત 1 અને 4

B. ફક્ત 2 અને 3

C. ફક્ત 1, 2 અને 3

D. 1, 2, 3 અને 4

Answer: (D) 1, 2, 3 અને 4

2. ગુજરાતની અનુસૂચિત જાતિઓની યાદીમાં નીચેના પૈકી કયા વર્ષમાં “બલાહી” અને “બલાઈ” જાતિઓનો સમાવેશ થયો?

A. 1956

B. 1998

C. 2002

D. 2004

Answer: (C) 2002

3. રાષ્ટ્રીય માનવ હક્ક આયોગ (National Human Rights Commission) અને લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય આયોગ (National Commission for Minorities) વચ્ચેની ભિન્નતા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

A. રાષ્ટ્રીય માનવ હક્ક આયોગના અધ્યક્ષ કોઈપણ સમુદાયના ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધિશ હોવાં જરૂરી છે.

B. લઘુમતીઓ માટેની રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની પસંદગી લઘુમતી સમુદાયમાંથી હોવી જોઈએ અને તેઓનું ફક્ત ન્યાયતંત્રમાંથી હોવું જરૂરી નથી.

C. (A) અને (B) બંને

D. (A) અને (B) પૈકી કોઈ નહીં

Answer: (C) (A) અને (B) બંને

4. સુલભ ભારત અભિયાન (સુગમ્ય ભારત અભિયાન) ને સમર્પિત છે.

A. લઘુમતિઓ

B. મહિલાઓ

C. વિકલાંગ વ્યક્તિઓ

D. ઉપરના પૈકી કોઈ નહિં

Answer: (C) વિકલાંગ વ્યક્તિઓ

5. નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ, 86માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 51A માં દાખલ કરવામાં આવેલ છે.

A. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો.

B. માતા પિતાએ તેના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી.

C. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની.

D. જાહેર મિલ્કતનુ રક્ષણ કરવાની.

Answer: (B) માતા પિતાએ તેના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી.

6. ભારતમાં નીચેના પૈકી કયો એક, મહિલાનો બંધારણિય અધિકાર છે?

A. આજીવીકાના પૂરતા સાધનો મેળવવાનો અધિકાર

B. મહિલા ઉપર સતી થતી ઘટના અટકાવવાની અને તેની મહત્તા અટકાવવાની.

C. પ્રસૂતિ લાભોની જોગવાઈ

D. પુરૂષ અને સ્ત્રી કામદાર - બંનેને સમાન વેતન ચૂકવણી.

Answer: (A) આજીવીકાના પૂરતા સાધનો મેળવવાનો અધિકાર