
ક્લાસ 3 ની પરીક્ષાઓમાં pyq નું મહત્વ ચાલો આપણે ઉદાહરણથી સમજીએ
થીમ - બંધારણના અનુચ્છેદ
નીચે આપેલી જોડી ભારતના બંધારણના અનુચ્છેદ અને તેનું વિષયવસ્તુ દર્શાવે છે. આ જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
(A) 14 – કાયદા સમક્ષ સમાનતા
(B) 15 – ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મ સ્થળને કારણે કરાતા ભેદભાવનો નિષેધ
(C) 16 – જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા
(D) 21 – કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ
જવાબ -(D) 21 – કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ
ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની બાબત પ્રદાન કરે છે?
(A) અનુચ્છેદ 48
(B) અનુચ્છેદ 49
(C) અનુચ્છેદ 50
(D) અનુચ્છેદ 51
જવાબ -(D) અનુચ્છેદ 51
ભારતીય બંધારણના કયાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે?
(A) અનુચ્છેદ 75
(B) અનુચ્છેદ 76
(C) અનુચ્છેદ 77
(D) અનુચ્છેદ 78
જવાબ -(B) અનુચ્છેદ 76
નીચેના પૈકી કયો અનુચ્છેદ “ગ્રામ પંચાયતોની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે.” – આ બાબત પ્રદાન કરે છે?
(A) અનુચ્છેદ 40
(B) અનુચ્છેદ 243
(C) અનુચ્છેદ 243-Q
(D) અનુચ્છેદ 243-Z
જવાબ -(A) અનુચ્છેદ 40
નીચેનામાંથી ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ માં ધાર્મિક સ્વાતંત્ર્યતાના અધિકારની જોગવાઈ કરેલ છે.
(A) 19 થી 22
(B) 25 થી 28
(C) 14 થી 18
(D)23 થી 24
જવાબ -(B) 25 થી 28
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સંદર્ભમાં ભારતના બંધારણનો અનુચ્છેદ 361 શું પ્રદાન કરે છે?
(A) રાષ્ટ્રપતિની વિચારણા માટે ખરડો અનામત રાખવો
(B) રાજ્યપાલને કાનૂની રક્ષણ
(C) વટહુકમ બહાર પાડવો
(D) રાજ્ય વિધાન સભાનું વિસર્જન
જવાબ -(B) રાજ્યપાલને કાનૂની રક્ષણ
ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની કાર્યરીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
(A) 51
(B) 61
(C) 71
(D) 81
જવાબ -(B) 61
અમારી ભૂમિકા ઉપર ના સાત સવાલો કલાસ -3ની અલગ અલગ પરીક્ષા માં પુછાયેલા છે તો એનો મતલબ એ થયો કે આ થીમ બહુ જ અગત્યની છે જે વારે વારે રીપીટ થાય છે . અને થીમ નું નામ છે બંધારણના અનુચ્છેદ . તો આપણે બધા અનુચ્છેદને ડિટેલ્સ માં કેમ તૈયાર ના કરી દઈએ? એમાંથી કોઈ પણ સવાલ પૂછાય તો આપણો એક પણ માર્ક જાય નહીં. આપણી પીવાય ક્યુ ની નોટસ માં ગુજરાતની class-3 પરીક્ષાઓના દરેક ઈમ્પોર્ટન્ટ થીમ અનુસાર જુના પ્રશ્નો એનો ફાઈનલ આન્સર કી પ્રમાણે નો જવાબ અને નીચે વિગતે નોટસ મળશે.જે સોફ્ટ કૉપી રૂપે હશે અને આપ વેબસાઈટ પર લોગઈન કરીને વાંચી શકશો.
વિગતવાર નોટસમાં નીચે મુજબનો સમાવેશ થશે થીમનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ ( ઘણા બધા સ્ત્રોત જેવા કે Gcert,Ncert, સ્ટાન્ડર્ડ પુસ્તકો, સરકારી વેબસાઈટસ, સરકારી પુસ્તકો, pib, wikipedia માં થી ) એના રિલેટેડ કરન્ટ અફેર્સ, નકશો માઈન્ડમેપ Upsc માં એ થીમમાંથી સવાલો પુછાયો હોય તો તે પણ ગુજરાતી માં જવાબ સાથે કેમકે યુપીએસસી ના બેઠા સવાલો આપણી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. યાદ રાખવા માટે ઘણી વાર સૂત્રો,પણ જરૂર પ્રમાણે સમાવેશ હશે.ઘણી વાર એક થીમ નું કન્ટેન્ટ બીજા માં કામ આવતું હશે તો ત્યાં એ રિપીટ થશે. તો ફરી વાર રીવીઝન થઈ જશે.
હવે તમારી ભૂમિકા શું રહેશે ?
1.દરેક થીમ અને સવાલો-જવાબોને સમજો , શીખો અને યાદ રાખવાનો મંત્ર અપનાવવાનો .
2.આ તમારી તૈયારીમાં મૂલ્યવર્ધન નું કામ કરશે .
3. મૂળભૂત પુસ્તકો જેવા કે જીસીઆરટી ,એનસીઆરટી , લક્ષ્મીકાંત તથા યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ ના પુસ્તકો સારી રીતે વાંચવા .
4. અને પીવાય ક્યુની મોક ટેસ્ટ રૂપે પ્રેક્ટિસ કરવી.
.